Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

જે.જે. કુંડલીયા કોમર્સ કોલેજમાં વાર્ષિક મહોત્સવ

રાજકોટ : શ્રીમતી  જે.જે. કુંડલિયા કોમર્સ કોલેજ ખાતે તાજેતરમાં બી.કોમ., બી.બી.એ, બી.સી.એ. તથા પી.જી.ડી.સી.એ. માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ, વાર્ષિક મહોત્સવ તથા  પ્રતિભા સન્માન સમારંભ એમ  ત્રિવેણીસંગમ કાર્યક્રમ કુલનાયક ડો. વિજયભાઇ દેશાણી, તેમજ  મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ડો. ભરતભાઇ રામાણી, ડો. યજ્ઞેશભાઇ જોષી, ડો. અલ્પેશભાઇ નાકરાણી વિગેરે ઉપસ્થિત રહયા હતા.

કોલેજના પ્રિન્સિપાલ ડો. પ્રીતીબેન ગણાત્રાના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો. પ્રતિભા સન્માન સમારંભ અંતર્ગત બી.કોમ.,બી.સી.એ., બી.અી.એ., તથા પી.જી.ડી.સી.એ. માં પ્રથમ ત્રણ ક્રમાંકે કોલેજ કક્ષાએ ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીઓ રાજય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ રમતગમતમાં વિશેષ સિધ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનું રોકડ પુરષ્કાર, મોમેન્ટો, તેમજ પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવેલ હતું. આ ઉપરાંત ધોરણ-૧૨માં૮૦% થી વધુ માકર્સ મેળવેલ વિદ્યાર્થીઓને કોલેજ તરફથી સ્કોલરશીપ પેટે રૂા ૫૦૦૦/ એનાયત કરવામાં આવેલ. આ ઉપરાંત યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં  રેન્ક મેળવેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી  બિરદાવવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં શિવસ્તુતિ, એકપાત્રીય અભિનય, લઘુનાટક, ડાન્સ, યોગ ડાન્સ, કલાસિક, સોલો ડાન્સ, દુહા છંદ,  વિદ્યાર્થીઓ  દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા.સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પણ કોલેજ તરફથી પ્રતિકભેટ આપવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ તેમજ સ્ટાફગણે પુલવામા માં શહીદ થયેલ સૈનિકોને શ્રધ્ધાંજલી આપી હતી.

કાર્યક્રમનું સંચાલન બી.બી.એ. નાં વિદ્યાર્થી ફર્નાન્ડીસ મેરીયન અને ખુંટ ધ્રુમીલ દ્વારા કરવામાં આવેલ. આયોજન તથા વ્યવસ્થાને સફળ બનાવવા ડો. એમ.આર. ભાલિયા, પ્રા. વિજયભાઇ પરમાર, પ્રા. જલદીપભાઇ ચોૈહાણ સહિત સમગ્ર સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

(3:59 pm IST)