Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પાક વિમાનું ચૂકવણું-કપાસનો બાકી વિમો તાકિદે ચૂકવોઃ ભારતીય કિસાન સંઘનું આવેદન

ભારતીય કિસાન સંઘે પાક વિમા પ્રશ્ને તાલુકા મામલતદારને વિસ્તૃત રજુઆતો કરી હતી.

રાજકોટ તા. ૧૮: ભારતીય કિસાન સંઘે તાલુકા મામલતદારને આવેદન પાઠવી લાંબા સમયથી ખેડૂતોના પડતર પ્રશ્નો તાત્કાલિક ઉકેલ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, ચાલુ વર્ષે અનિયમિત અને અપૂરતો વરસાદ થવાને કારણે પાક વીમો ખેડૂતોને તાત્કાલિક ચૂકવવા જણાવેલું હતું પરંતુ સરકારશ્રીની વીમો ચૂકવવા બાબતે વખતોવખતની બાબતો ઠગારી અને ગેરમાર્ગે ખેડૂતોને દોરેલ છે. છેલ્લે ફેબ્રુઆરીના અંત સુધીમાં ખેડૂતોને પાક વીમો ચૂકવી આપવામાં આવશે એવો પણ અખબારી અહેવાલો પ્રસિધ્ધ થયેલ છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવેલ છે.  આ પાક વિમાનું ચુકવણું થોડા દિવસોમાં કરવામાં નહીં આવે તો ભારતીય કિસાન સંઘ ઉપવાસ અને અન્ય આંદોલનની કાર્યવાહી કરશે.

ર૦૧૬-૧૭ના વર્ષમાં સરકારશ્રી તરફથી મગફળીનો વીમો ચુકવવામાં આવેલ હતો પણ કપાસનો વીમો એક પણ ટકા ચુકવવામાં આવેલ નથી. તો વીમા કંપનીને એ પણ ખબર નથી પડતી કે વરસાદ ન પડવાના હિસાબે મગફળીનો પાક ફેલ થાય તો કપાસનો પાક પણ ફેલ જ થાય. આવેદન દેવામાં પ્રમુખ દિલીપભાઇ સખીયા તથા અન્યો જોડાયા હતા.

(3:58 pm IST)