Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

યાજ્ઞિક રોડ ઉપર એક મિલ્કતનો ૧૫૦ કરોડમાં સોદો થયો હોવાની ચર્ચા

રાજકોટ : રાજકોટમાં જમીન અને મકાનના ભાવો ગુજરાતમાં સૌથી ઉંચે છે તે સૌ જાણે છેઃ રોજ કરોડો રૂપિયાના જમીન-મકાનના સોદા થઇ રહ્યા છે તેમાં પ્રાઇમ લોકેશન ગણાતા ડો. યાજ્ઞિક રોડ ઉપર એક મિલ્કતનો રૂ.૧૫૦ કરોડમાં સોદો થયો હોવાનું જાણવા મળે છેઃ વેપારી વર્તૂળોમાં ચર્ચાતી વિગતો અનુસાર એક ડોકટરની કહેવાતી જમીન-બંગલાનો રાજકોટના એક જાણીતા બિલ્ડરે સોદો કર્યો હોવાનું જાણવા મળે છેઃ આ પ્રાઇમ લોકેશન અને વિશાળ જગ્યા ઉપર અનેક માંધાતાઓની ઘણા વખતથી નજર હતી પરંતુ એક વગદાર બિલ્ડર જૂથ આ ડોકટરની કહેવાતી મિલ્કતનો સોદો પાર પડાવવામાં સફળ રહ્યુ હોવાનું જાણવા મળે છેઃ ચર્ચાતી વિગત અનુસાર રાજકોટમાં છેલ્લા થોડા વખતમાં થયેલો આ જમીન-મકાનનો સોદો થયો હોવાનું કહેવાય છે

(3:56 pm IST)