Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડ સામે બે ડોકટર વચ્ચે ધબાધબી

હાથોહાથની જામી પડીઃ લોકો ભેગા થઇ જતાં બંને જતાં રહ્યાઃ સર્જરી અને મેડિસિન વિભાગના તબિબો

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં ઘણી વખત ડોકટર અને દર્દીઓ વચ્ચે સારવારના મુદ્દે કે બીજા કારણોસર હાથોહાથની જામી પડે છે. આ કારણે અગાઉ ડોકટરો દ્વારા દર્દીઓ અને તેના સગા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા ઉપરાંત હડતાલ પાડવા જેવા પગલા પણ લેવાઇ ચુકયા છે. જો કે આજે ખુદ બે ડોકટર સામ-સામે આવી ગયા હતાં. સિવિલના બર્ન્સ વોર્ડ સામે પાણીના ટાંકા સામે બે ડોકટર કોઇપણ કારણોસર બથોબથ આવી જતાં ટોળા ભેગા થઇ ગયા હતાં. તે સાથે જ બંને પાણીના ટાંકા પાછળના ભાગેથી રવાના થઇ ગયા હતાં. આ બે પૈકી એક ડોકટર મેડિસ્નિ વિભાગમાં અને બીજા સર્જીકલ વિભાગમાં ફરજ બજાવતાં હોવાનું જાણવા મળ્યું હતું. શા માટે માથાકુટ થઇ? તે અંગે બંનેએ વિગતો જણાવવાનું ટાળ્યું હતું અને ઘરમેળે સમાધાન કરી લેવાનું નક્કી કર્યુ હોવાનું જાણવા મળ્યું છે. તસ્વીરમાં બંને તબિબ અને ભેગા થઇ ગયેલા લોકો જોઇ શકાય છે.

(3:54 pm IST)