Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

આચારસંહિતાનું પાલન કરવા સેનેટ મોકુફ રાખવા માંગણી

ચૂંટણી અધિકારીને રજુઆત કરતા સેનેટર ડો. રાજદિપસિંહ જાડેજા

રાજકોટ તા.૧૮: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ સભા મોકુફ રાખવાની માંગણી સેનેટર ડો. રાજદિપસિંહ જાડેજાએ કરેલ છે.

ડો. રાજદિપસિંહ જાડેજાએ જણાવેલ કે લોકસભાની ચૂંટણી જાહેર થતા તેજ દિવસથી આચારસંહિતા અમલી બની જાય છે. ભારતીય ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાનું શબ્દસહ પાલન થાય તે જોવાનું ઉતરદાયિત્વ સામુહિક જવાબદારી બને છે માત્ર સરકારી તંત્રજ આચારસંહિતાનું પાલન કરે અને પાલન કરવા માટે અન્યોને પ્રેરિત કરે તેટલું પુરતું નથી. તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, રાજકીય પક્ષો, વિવિધ સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓએ આદર્શ ચૂંટણી આચારસંહિતાનું પાલન કરવા સામુહિક પ્રયાસ કરવો જોઇએ.

ચંૂટણી આચારસંહિતાનું ભંગ કરવાનું પ્રથમ સોપાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા થઇ રહ્યું છ. તા. ૩૧-૩-૨૦૧૯ના સેનેટ સભા મળનાર છે. જેમાં લેવાના નિર્ણયોથી યુવા મતદાર વિદ્યાર્થીઓ ઉપર અરસ થવાની સંભાવના છે. જેથી યુવા મતદાર વિદ્યાર્થીઓને લાભ, લાલચથી પોતાના તરફ આકર્ષવાની કોઇ રાજકીય પક્ષની મનસા હોય તે બર ન આવે તે માટે સેનેટ સ્થગિત કરવા ચૂંટણી અધિકારીને ડો. રાજદિપસિંહ જાડેજા એ જણાવ્યું છે.

(3:47 pm IST)