Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટી આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના ઉમેદવારોની કરશે ચર્ચા

પ્રદેશ પ્રમુખ ચાવડા ત્થા વિપક્ષી નેતા ધાનાણી દિલ્હીમાં : સૌરાષ્ટ્રની બેઠકો માટે ર૪ મીના રોજ થશે વિસ્તૃત ચર્ચા

રાજકોટ, તા., ૧૮: સૌરાષ્ટ્ર ગુજરાતની રર બેઠકો માટે આજે ચર્ચા શરૂ થઇ છે. પેનલો તૈયાર થઇ ગઇ છે તેવી જાત-જાતની વાતો અફવાઓ વચ્ચે દિલ્હી ખાતેના કોંગ્રેસી સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષી નેતાપરેશ ધાનાણી આજે દિલ્હીમાં છે સ્ક્રીનંીગ કમીટીની બેઠકનો ધમધમાટ છે. પરંતુ આજે માત્ર દક્ષીણ ગુજરાત તથા મધ્ય ગુજરાતની  લોકસભા બેઠક માટે વિચાર-વિમર્શ કરશે. સૌરાષ્ટ્રની બેઠકો માટે ર૪ મીએ ચર્ચા-વિચારણા થશે તેમ જાણવા મળશે.

આજે દિલ્હી ખાતે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો મામલો હાથ પર લેવાયો છે. સૌરાષ્ટ્રની બેઠકો અંગે ર૪ મીએ ચર્ચા થશે. રાજકોટ બેેઠક માટે હાલ ડો.હેમાંગ વસાવડા, ધારાસભ્ય લલીત કગથરા, ધીરજલાલ શંીંગાળા (જસદણ) ડો. દિનેશ ચોવટીયા તથા જીલ્લા પ્રમુખ હિતેશ વોરાના નામો ચર્ચામાં છે.

ડો.હેમાંગ વસાવડા ચુંટણી લડવા ઇચ્છુક નથી પરંતુ જો કોંગ્રેસ હાઇકમાન્ડ ચુંટણી લડવા કહેશે તો તેઓ ઝંપલાવશે.

(3:46 pm IST)