Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

કાનૂની જંગમાં સોનલ સાગઠિયાનો ગૌરવવંતો વિજય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પત્રકારત્વ ભવનના જે તે સમયના વડા યાસિન દલાલને લપડાક : સિનિયર સિવિલ જજ દવેનો મહત્વનો ચૂકાદો : સિનિયર સિવિલ જજશ્રી દવેની યુનિ. અને યાસિન દલાલને કાનુની લપડાક : વાઈવા પરિક્ષા લીધા વગર પરિણામ બહાર પાડયું !!! : કિન્નાખોરી રાખી વિદ્યાર્થીનું ભવિષ્ય રોળવાનો કારસો કરતા સત્તાધિશોને લાલબતી : પત્રકાર દિપક ભટ્ટની જૂબાનીએ રંગ રાખ્યો : લઘુશોધના પ૮ માર્કમાં વાઈવા પરિક્ષણ કરી ૪૦ ગુણમાંથી મળતા માર્ક ઉમેરવા કોર્ટનો હુકમ : દલાલને કોર્ટે પણ ભ્રષ્ટ સાબિત કર્યા : પદાધિકારી શિક્ષણશાસ્ત્રીઓ બને નહી કે કિન્નાખોર સરમુખત્યારો : કુલપતિશ્રી પેથાણી અને કુલનાયક દેશાણી શિક્ષણને લાગેલ લુણો હટાવે તેવી આશાભરી મીટ. : A ગ્રેડ (??!) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પત્રકારત્વ ભવનની આબરૂના ધજિજયા ઉડાડતી શર્મનાક ઘટનાનો પર્દાફાશ

રાજકોટ તા. ૧૮ : છાશવારે વિદ્યાર્થીઓના આર્થિક, માનસિક, શારિરિક તનાવ શોષણની ફરિયાદો, પરિક્ષા જેવા અગત્યના કામોમાં ગેરવહીવટ, પેપરો ફુટવા અને ફોડી નાખવા, જુના કોર્ષના પેપરો નવા કોર્ષમા મુકી દેવા, પાસને નાપાસ અને નાપાસને પાસ જાહેર કરવા અને શિક્ષણના કાર્યને બદલે રાજકિય કાવાદાવાઓમાં વ્યસ્ત રહેવાના સતત આક્ષેપો - વિવાદોમાં ઘેરાયેલ રહેતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશો માટે કોર્ટનો આદેશ એ તમામને ઉંડુ આત્મમંથન અને ચિંતન કરવા તરફ લઈ જનારો છે ત્યારે શિક્ષણજગત અને વિદ્યાર્થી આલમનો એક જ પ્રશ્ન હોઈ શકે. આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને તેના સત્તાધિશો સુધરશે ??

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિક્ષા વિભાગે પત્રકારિત્વ ભવનના તત્કાલીન વડા ડો. યાસીન દલાલ સાથે મિલાપીપણું કરી વાદી સુ.શ્રી સોનલબેન હંસદેવજી સાગઠિયાની વાઈવા પરિક્ષા લીધા વગર એટલે કે, માસ્ટર ડીગ્રી ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનીકેશન જેવી માતબર ડિગ્રીનું વિના પરિક્ષાએ ફાઈનલ રીઝલ્ટ બહાર પાડી દીધુ દીધું. ફાઈનલ માર્કશીટ આપી દીધી !!! આ અંગે સત્યના આગ્રહી અને નૈતિકતાનું બળ ધરાવતા સોનલબેને તે સમયના કુલપતિ સચિવ જયેશ દેસાઈ, ઉપકુલપતિ, પરિક્ષા વિભાગના વડાને લેખિત જાણ કરેલી. પર પરંતુ સત્તાધિશોએ આંખ આડા કાન કરતા નિરાશ થયા વગર કોર્ટમાં કેઈસ દાખલ કરેલ. રપ વર્ષે કોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પત્રકારિત્વ ભવનને સખત શબ્દોમા શબ્દોમાં વખોડી કાઢી વાદીનો વાયવા નિયમાનુસાર પરિક્ષકો દ્વારા લઈ વાયવા ટેસ્ટના ૪૦ માર્કસમાંથી મળતા માર્કસ સોનલબેનના પરિણામમાં ઉમેરી ૧ મહિનામા મહિનામાં પરિણામ જાહેર કરવાનો નામદાર કોર્ટે હુકમ જારી કર્યો છે. જો કે કોર્ટના ચૂકાદાને લાંબો સમય થયો છતાં વાયવા હજુ સુધી લેવાયો નથી.

સોનલબેને કોર્ટમાં માંગેલ દાદ મુજબ (૧) વાદીનો તા.૧૪–૦ર–૧૯૯૪ ના રોજ અગર કોઈ તારીખે બે નિષ્ણાંત પરિક્ષકો મારફત લઘુશોઘ નિબંધના અનુસંધાને મૌખિક પરિક્ષણ મારફતે વાઈવા ટેસ્ટ લેવામા વામાં આવ્યો નથી તેવું વિજ્ઞાપન કરી આપવા માટે તેમજ

(ર) પ્રતિવાદીઓએ તા.ર તા.ર૧–૦૪–૧૯૯૪ ના રોજ આપેલ માર્કશીટમા ૧શીટમાં લઘુશોધ નિબંધ : ડેઝર્ટેશનઃ ના વિષયમાં વાયવા સિવાય પ૮ ગુણ આપવામાં આવેલા છે તેવુ વિજ્ઞાપન આપવા.

(૩) વાઈવા ટેસ્ટ લીધા વિના આપવામાં આવેલ પરિણામ નિયમ મુજબનું ન હોય વાઈવા ટેસ્ટ લઈ તેના ગુણો પ્રતિવાદીઓ ઉમેરે અને ત્યારબાદ વાદીનું પરિણામ નવેસરથી આ દાવાની તારીખથી એક માસમાં જાહેર કરે તેવો આજ્ઞાત્મક મનાઈ હુકમ આપવો.

ન્યાયાધીશે વાદી સોનલબેન તરફી અને પ્રતિવાદી સૌ. યુનિ. અને દલાલ વિરોધી હુકમ કર્યો છે.

સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય ધૂંધળો કે ઝાંખો ન થાય પર પરંતુ સુર્ય પર ધૂળ ઉડાડનારી આ આંખોમાં જ ધૂળ પડે તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પત્રકારિત્વ વિભાગ યાસીન દલાલનો કારમો પરાજય થયો છે. સુ.શ્રી સોનલબેન સાગઠિયાનો સૌરાષ્ટ્ર યુનિ., પત્રકારત્વ ભવન, યાસિન દલાલ સામેનો કાનૂની જ જંગમાં ગૌરવવંતો વિજય થયો હોવાનું જણાવાયું છે.

વગર વાઈવા પરિક્ષાએ પરિણામ પ્રકરણમા બીજા એડિશ્નલ સિનિયર સીવીલ જજશ્રી હેતલ સુરેશચંદ્ર દવેએ 'સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી તથા તેમના ભવિષ્ય સાથે ઉપરોકત પ્રકારના ચેડા થતા હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વાારા કોઈપણ વિદ્યાર્થીનું ધડતર થઈ શકે નહી તેવું અદાલતનું નમ્ર પણે માનવું છે' તેવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સત્તાધિશોને તમાચારૂપ લેખિત વિધાન સાથે સોનલબેનની તમામે તમામ દાદ માન્ય રાખી નામદાર કોર્ટે નીચેનો હુકમ કરેલ છે. જે મુજબ (૧) આ કામના વાદીનો (સોનલબેન સાગઠીયાનો) દાવો  મંજુર કરવામાં આવે છે. (ર) આ કામના વાદીનો તા.૧૪–૦ર– ર–૧૯૯૪ ના રોજ અગર કોઈ તારીખે બે નિષ્ણાંત મારફત લઘુશોધ નિબંધના અનુસંધાને મૌખિક પરિક્ષણ વાઈવા ટેસ્ટ લેવામાં આવ્યો નથી તેવું વિજ્ઞાપન કરવામાં આવે છે. (૩) આ કામના પ્રતિવાદીઓએ તા.ર૧–૦૪–૧૯૯૪ ના રોજ આપેલ માર્કશીટમાં લઘુશોધ નિબંધ :ડેઝર્ટેશન :ના વિષયમાં વાઈવા સિવાય પ૮ ગુણ આપવામાં આવેલા છે તેવું વિજ્ઞાપન  કરવામાં આવે છે. (૪) આ કામે પ્રતિવાદીઓને એવો આદેશ કરવામાં આવે છે કે, આ કામના પ્રતિવાદી ન નં.ર બરાવાદીનો વાયવા ટેસ્ટ લીધા વિના આપવામાં આવેલ પરિણામ નિયમ મુજબનું ન હોય વાઈવા ટેસ્ટ લઈ તેના ગુણો પ્રતિવાદીઓએ ઉમેરી અને ત્યારબાદ વાદીનું પરિણામ નવેસરથી આ હુકમની તારીખથી એક માસમાં જાહેર કરવું. (પ) દાવાનો ખર્ચ પક્ષકારોએ પોતપોતાનો ભોગવવાનો રહેશે. ઉપરોકત હુકમ વાદી સોનલબેના સાગઠિયાની તરફેણમાં અને પ્રતિવાદીઓ સૌ. યુનિવર્સિટી અને પત્રકારાત્વ ભવન તેમજ યાસિન દલાલની આબરૂના લીરેલીરા કરનારો છે.

ડેઝર્ટેશન અને વાઈવા ટેસ્ટ : માસ્ટર જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના અભ્યાસક્રમમાં થીયરીના પેપર્સની પરિક્ષા બાદ ગાઈડ (માર્ગદર્શક) જે વિષય આવે તે વિષય પર લઘુશોધ નિબંધ (ડેઝર્ટેશન) પ નકલોમાં તૈયાર કરી – ૧ નકલ લાઈબ્રેરીમાં, ર–નકલ પરિક્ષા વિભાગમાં ચકાસણી કરનાર બે નિષ્ણાંત પરિક્ષકોને મોકલવા માટે , ૧–નકલ પત્રકારત્વ ભવનમાં અને ૧–નકલ વ્યકિતગત રાખવા માટે ગાઈડની (અહીંયા દલાલની) પ્રતો મલ્યા અંગેની સહી અને તારીખ સાથે રજુ કરવાનો હોય છે. જે  અંતર્ગત લેખન કાર્યમાં ૬૦ ગુણ અને મૌખિક પરિક્ષણના ૪૦ ગુણ એમ મળી ૧૦૦ ગુણ હોય છે.

સોનલબેનને લેખનમાં ૬૦માંથી પ૮ ગુણ : ડેઝર્ટેશનના વિષય તરીકે યાસિન દલાલે સોનલબેનને લગભગ ર વર્ષ સુધી ધકકાઓ ખવડાવ્યા બાદ 'ભવાઈઃ વિકાસના માઘ્યમ તરીકે એક અભ્યાસ' સૂચવ્યો. સોનલબેન વ્યવસાયે અંગ્રેજી વિષયના અઘ્યાપિકા તેમજ ઓલ ઈન્ડિયા રેડિયો, રાજકોટ, દુરદર્શનના નાટય વિભાગના હાયર ગ્રેડ નાટય કલાકારને તેમના બેનમૂન લઘૂશોધ નિબંધને તેના લેખનકાર્ય માટે ૬૦માંથી પ૮ માર્ક મળતા દલાલનો બદઈરાદો બહાર આવ્યો. જો સોનલબહેન શેડયુલ કાસ્ટના MJMCના પ્રથમ કવોલીફાઈડ કેન્ડીડેઈટ તરીકે બહાર આવે તો કયા કયાંક ભવનમા ભવનમાં કે પછી ત્યારે ભરતી બહાર પાડેલ શ્રી અર્જુનલાલ હિરાણી પત્રકારિત્વ કોલેજમા પ્રોફેસર બને તે ન થવા દેવા માટે યાસિન દલાલ અને તેની સાથે પરિક્ષા વિભાગના અધિકારીઓએ મૌખિક પરિક્ષણ બારોબાર ખોટા કાગળીયા, ખોટા પરિક્ષકો ઉભા કરી બતાવી દીધું. જેથી ૪૦ માર્કસ સીધા નીકળી. જાપ અને સોનલબેનની કારકિર્દી ખતમ થઇ જાય. પરંતુ સત્ય સત્ય જ રહે. કોર્ટે ૪૦ માર્કસનો વાઈવા ટેસ્ટ લઈ લેખનકાર્યના પ૮ માર્કમાં તેનો ઉમેરો કરી પરિણામ નવેસરથી બહાર પાડવાનો પ્રતિવાદીઓને હુકમ કર્યો છે.

વાઈવા ટેસ્ટની કાયદેસર પ્રક્રિયાનો ભંગ : વાયવા ટેસ્ટની વ્યવસ્થામા થામાં જે તે ભવનના વડા, પરિક્ષા વિભાગ અને બહારથી વાયવા ટેસ્ટ લેવા આવનાર બે બાહય પરિક્ષકો વચ્ચે વાયવા ટેસ્ટની તારીખ, સમય, સ્થળ મુકરર કરી, સંમતિ (બાહય પરિક્ષકો) બાદ વાયવા ટેસ્ટ ગોઠવાય છે.

નિયમ પ્રમાણે પરિક્ષાર્થીને ઓછામા ઓછામાં ઓછા સાત દિવસનો સમયગાળો આપીને કાયદેસર પોસ્ટ કે રજી.એ.ડી. બરા પરિક્ષાના સ્થળ સમય અને તારીખ સૂચિત કરતો પત્ર મોકલવામાં આવે છે. પરિક્ષાર્થી પરિક્ષામાં હાજર રહયો હોય તેની હાજરી અંગે પરિક્ષા હાજરી મસ્ટરમાં સહી લેવામાં આવે છે.બાહય પરિક્ષકોની વાઈવા ટેસ્ટમાં પરિક્ષણ હાજરી તેમજ તેમના ટીએડીએના બિલો અંગેના દસ્તાવેજોની કાયદેસર પ્રક્રિયાઓ કરવામા કરવામાં આવે છે.

પરિક્ષાથી અજાણ સોનલબેન વેરાવળ હતા : કપટી યાસિન દલાલ પત્રકારત્વ ભવન અને પરિક્ષા વિભાગે કાયદેસર વાઈવા પરિક્ષા તારીખ, સમય, સ્થળ દર્શાવતો કોઈ પત્ર પોસ્ટ કે રજી.એ.ડી.થી ન મોકલેલ હોઈ, કથિત પરિક્ષા તા.૧૪–૦ર–૯૪ ના રોજ સોનલબેન તેમના નાનાભાઈ શ્રી મહેશભાઈ સાગઠિયા તેમજ લાલ બહાદુર શાસ્ત્રી ખાતે લાઈબ્રેરીયન તરીકે કાર્યરત સોનલબેનના બહેનપણી અને સહકર્મચારી શ્રી મીરાબેન જોષી સાથે વેરાવળ–સોમનાથ હતા. કોર્ટમાં જૂબાની અને ઉલટ તપાસમાં વેરાવળની તેમના નામની ટીકીટો, ખરીદીના બીલો રજુ કરાયેલ. કોર્ટે તે માન્ય રાખેલ છે અને પ્રતિવાદીઓને આ કેઈસ સંદર્ભે સખત શબ્દોમા ટીકા કરી છે.

દિપક ભટ્ટની જૂબાનીથી સફળતા : વાઈવા ટેસ્ટ કેઈસમાં સૌથી વધારે મહત્વની ભૂમિકા ગુજરાત સમાચાર અખબારમાં પત્રકાર તરીકે ખ્યાતિ પામેલા શ્રી દિપકભાઈ ભટૃની રહી. વાઈવા પરિક્ષાના તારીખ, સ્થળ, સમય જણાવતો પત્રકારિત્વ ભવનના વડા યાસિન દલાલની સહીવાળો પત્ર સાબિતિરૂપે કોર્ટમાં રજૂ થયેલો. તે અંગે પત્રકાર દિપકભાઈ ભટૃની કોર્ટમાં જુબાની તેમજ ઉલટતપાસ કરવામા કરવામાં આવી. ત્યારે યાસિન દલાલ કે સૌ. યુનિ.ની શેહમા આવ્યા વગર નિડરતાપૂર્વક સત્યના પક્ષે ઉભા રહી તટસ્થ ધર્મ બજાવ્યો જે થકી સત્યનો વિજય પ્રસ્થાપિત થઈ શકયો.

કથિત વાઈવાના પરિક્ષકો શાહ–જોષીની જૂબાનીથી ભાંડો ફુટયો : સૌ. યુનિ. પરિક્ષા વિભાગ અને પત્રકારત્વ ભવનના યાસિન દલાલે મીડીયા અધિકારી અમદાવાદના ડો.હસમુખલાલ પ્રભુલાલ શાહ તથા જોષી વિષ્ણુપ્રસાદ હિંમતરામે સોનલબેનનો વાયવા ટેસ્ટ લીધેલો તેવું જુઠાણુ ઉભૂં કરેલું. તે સબબ એચ.પી. શાહની ઉલટ તપાસ થતા તેઓએ જણાવેલ. યાસિન દલાલ જે રીતે કહે તે રીતે મારે કામ કરવાનું રહે છે. ૧૯૯૪માં વાયવા ટેસ્ટ લીધેલો તેનો કોઈ આધાર મારી પાસે નથી. તા.ર૦–૧ર–૯૩ના રોજ મને ડેઝર્ટેશન મળેલ કે કેમ તે યાદ નથી. એ વાત ખરી છે કે પરિક્ષક હોવા છતાં મે માર્ક લખેલા નથી. એ વાત ખરી છે કે મે વાઈવાના માર્ક લખેલા નથી તથા મારા હસ્તાક્ષરમાં લખેલા નથી. તા.ર૭–૧ર–૯૩ ના રોજ મને પત્ર સાથે સૌરાષ્ટ્ર યુનિ.એ ડેઝર્ટેશન મોકલેલ તો તેવા પત્ર અંગે મને કોઈ માહિતી નથી. સોનલબેનની માર્કશીટ યાસિન દલાલે બનાવેલી અને માર્કશીટમાં પહેલા કે પછી કે કયા કયાંય પણ મારી સહી નથી. ડો. એચ.પી. શાહ પાસે તેમને ટી.એ., ડી.એ. ચૂકવાયેલાનો કોઈ આધાર તેમની પાસે નથી. આવા શિક્ષણના દલાલો પાસે સ્વસ્થ તંદુરસ્ત શિક્ષણની અપેક્ષા રાખી શકાય જ નહી.

બીજા કથિત વાયવાના બાહય પરિક્ષક જોષી વિષ્ણુપ્રસાદ હિંમતરામે પોતાનો જવાબ સૌરાષ્ટ્ર યુનિ. વતી રજુ કરેલ. તેમની ઉલટ તપાસમાં તેમણે એ હકીકત જણાવેલ કે, વાયવા લેવા કોઈ આવેલ ન હોય તો માર્ક મૂકવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

વાઈવા પરિક્ષા પ્રકરણે દલાલ અને સૌ. યુનિ. તરફે જોષી ગીરીશભાઈ પોપટલાલ (કે જેઓ તે સમયે (૧૯૯૪) યાસિન દલાલના વડપણ નીચે પત્રકારિત્વ ભવનમાં માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ કરતા હતા તેમજ યાસિન દલાલ તેમના ગાઈડ હતા) ઉલટ તપાસ કરતા તેમણે જણાવેલ સોનલબેન ભણવામાં મારા સિનિયર હોય તે રીતે ઓળખુ છું. ઉપરાંત એ હકીકત જણાવે છે કે તા.૧૪–૦ર–૯૪ ના રોજ યુનિ.મા નિ.માં ગયેલા હોઉ તેવો કોઈ લેખિત આધાર રજુ કરી શકું તેમ નથી. ગીરીશ જોષીએ ત્યાં સુધી જણાવ્યુ જણાવ્યું કે ૧૯૯૪ ની સાલમાં તેઓ કોર્ટમાં આવીને સોગંદનામુ કરી ગયા હોય તો હાલ તેમને યાદ નથી. ગીરીશ જોષી ઉલટ તપાસ દરમ્યાન એ હકીકત જણાવી શકયા નહી કે તા.૧૪–૦ર–૯૪ના રોજ તેઓ યુનિવર્સિટી ગયેલા અને તે સમયે ત્યાં ઉપરોકત વાદીનો વાઈવા ટેસ્ટ ચાલતો હતો.

જજમેન્ટ જાહેરથયુ રથયું. તા.૦૧–૧૦–ર૦૧૮ના જેમાં ૧ મહીનાનો સમય યુનિવર્સિટીને  અપાયો છે. સોનલબેને ધિરજ અને સહકારની ભાવનાથી કન્ટેમ્પટ ઓફ કોર્ટ સહકારની ભાવના સાથે મહિના ઉપર સાડા ત્રણ મહિના વીતી જવા છતાં કર્યો નથી. જે હવે સૌ. જે યુનિ., પત્રકારત્વ ભવન અને પરિક્ષા વિભાગની સ્વસ્થ, સાચી પ્રક્રિયા પર આધારિત રહેશે.

જો કે નિયમ બહાર અજાણ્યા ન નંબર પરથી વોટસઅપ પર વાયવા પરિક્ષા અંગેનો પરિક્ષા નિયામકની સહીવાળો પત્ર તા.૦૭–૦ર–ર૦૧૯ ના રાત્રે ગેરકાયદેસર પઘ્ધતિથી સોનલબેનને મોકલાવવામાં આવ્યો. જેમાં તા.૯–ર–ર૦૧૯ની ગેરકાયદેસર અવધિ અપાઈ. સોનલબેને પરિક્ષા નિયામકને કાયદેસર પઘ્ધતિથી પોસ્ટ કે રજી.એ.ડી. બરા વિશ્વસનિય પદ્ઘતિથી પરિક્ષા અંગે પત્ર મોકલાવવા જણાવ્યુ જણાવ્યું.

તા.રપ–૦ર–ર૦૧૯ રજી. પોસ્ટ એ.ડી.થી પરિક્ષા નિયામકે તા.૧૯–૦૩–ર૧૯ રોજ બપોરે ૧–૦૦ વાગ્યે પત્રકારિત્વ ભવન, સૌ. યુનિ. ખાતે MJMC પરિક્ષાના ડેઝર્ટેશનનો વાઈવા આપવા માટે સોનલબેનને રૂબરૂ હાજર રહેવા જણાવવામા જણાવવામાં આવેલ છે.

તા.૦પ–૦૩–ર૦૧૯ ના રજી. પોસ્ટ એ.ડી.થી પરિક્ષા નિયામકે MJMC પરિક્ષાના વાઈવા વોઝ પરિક્ષા સ્થળ ફેરફાર  અંગે અને પત્રકારિત્વ ભવનને બદલે સ્થળ : રૂમ ન નં.ર૧ર, PGTR વિભાગ ઉપર, બીજા માળે, મુખ્ય કાર્યાલય, સૌરાષ્ટ્ર યુનિ., રાજકોટ ખાતે સોનલબેનને ઉપસ્થિત થવા જણાવ્યું છે.ઉપરોકત બાલિશતા બાદ પણ ધિરજને ટા ટાંકણે...

કોર્ટે હુકમ કર્યા પ્રમાણે બે બાહય પરિક્ષકો કે જેમને કાયદેસર પઘ્ધતિથી લઘૂશોધ નિબંધની નિયત સમય અવધિ સાથે પ્રતો મોકલાઈ હોય તેના કાયદેસર પૂરાવાઓ અને વાઈવા પરિક્ષણની ગોઠવણ અંગેનો પત્રવ્યવહાર હવે તો સૌરાષ્ટ્ર યુનિ., પરિક્ષા વિભાગ અને પત્રકારત્વ ભવનના વડા પાસે સચવાયેલ અને સંગ્રહિત હશે જ તેમજ કાયદેસર રીતે આર.ટી.ઈ. હેઠળ મળશે જ તેવી હકારાત્મક અપેક્ષા સાથે બ્હેન સોનલ સાગઠિયા  વાઈવા પરિક્ષા આપવા અને તેમનું સાચુ અને પુરૂ પરિણામ મેળવવા આતુર છે.

વિદ્યાર્થી સામે સૌ. યુનિ. પત્રકારત્વ ભવન-

દલાલ હાર્યા એટલે શિક્ષણને હાટડા સમજનાર હાર્યા : સોનલબેન સાગઠિયા

રાજકોટ : 'સત્યમેવ જયતે' સત્યનો હંમેશા વિજય થાય જ. મારો વિજય એ સમગ્ર વિદ્યાર્થી આલમનો વિજય છે. અધમ ગ્રેડની માનસિકતા ધરાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિક્ષાના વિભાગના અધિકારીઓ અને તત્કાલિન પત્રકારિત્વ ભવનના વડા ડો.યાસિન દલાલને ન્યાયાલયે સખત શબ્દોમાં વખોડયા છે. MJMCની પરિક્ષામાં 'ભવાઈઃ વિકાસના માઘ્યમ તરીકે એક અભ્યાસ' મારા સંશોધન સંદર્ભે મારી વાઈવા વોસ પરિક્ષા લીધા વગર જ મારૂ પરિણામ ડો.દલાલ અને સૌ. યુનિ. પરિક્ષા વિભાગે મળતિયાઓ સાથે મળી કૌભાંડ કરી બહાર પાડી દીધું !!!! લાજવાને બદલે ગાજતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છાશવારે પેપરો ફૂટી જવા, ફોડી ના નાંખવા, જૂના કોર્ષના પેપરો નવા કોર્ષના વિદ્યાર્થીઓને પરિક્ષાઓમાં પૂછવા, સંશોધન કરતા વિદ્યાર્થીઓનુ ગાઈડ કે ડીન દ્વારા શારિરિક, માનસિક, આર્થિક શોષણ, નાણાકીય વ્યવહારોથી સગા–વ્હાલા કે ભણવામાં નબળા અને આર્થિક રીતે સબળા વિદ્યાર્થીઓને હોંશીયાર મહેનતુ વિદ્યાર્થીઓના ભોગે ઉંચી ટકાવારી આપી સુવર્ણચંદ્રક એનાયત કરવા, પરિક્ષામાં હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર ગણી, નાપાસ કરે અને પરિક્ષા માટે ગેરહાજર વિદ્યાર્થીઓને ખૂબ જ સારા માર્કસ સાથે પાસ કરવાના સૌરાષ્ટ્ર યુનિ.ના કરતૂતો સમાચારપત્રોમાં તેમજ ઈલેકટ્રોનિક મીડીયામાં વારંવારવાંચવા–જોવા સાંભળવા મળે છે.

MJMCના ડિઝર્ટેશનમાં (લઘુશોધ નિબંધ) ૧૦૦ માર્કમાંથી ૬૦ માર્ક લઘુશોધ નિબંધના અને ૪૦ માર્કસ વાઈવા વોસ ટેસ્ટ એટલે કે, મૌખિક પરિક્ષણના હોય છે. જે કોર્ટના જજમેન્ટમાં પણ નો નોંધાયેલ છે.મને સંશોધનકાર્યના લઘુશોધ  નિબંધમાં કાયદેસર ૬૦ માર્કસમાંથી પ૮ ગુણ પ્રાપ્ત થયેલા છે. પરંતુ દલાલ અને તેની સીન્ડીકેટ અને અનૈતિકતાના સહભાગીઓએ મારો વાયવા ટેસ્ટ લીધા વગર, તે અંગેની કાયદેસરની પરિક્ષા ફી લીધા વગર, મને વાયવા ટેસ્ટ અંગેની સ્થળ, સમય, તારીખ અંગેની જાણ કરતો કાયદેસરનો પત્ર પાઠવ્યા વગર, ભૂતિયા પરિક્ષકો અને પરિક્ષા અંગેનો ઘાલમેલવાળો પત્રવ્યવહાર પરિક્ષા વિભાગમાં ઘૂસાડી મારી પરિક્ષા લીધા વગર મને પાસ જાહેર કરી મારૂ ગેરકાયદેસર પરિણામ બહાર પાડેલું.

તત્કાલીન સમયે હું શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય, રાજકોટના સેકન્ડરી સેકશનમાં અને હાલમાં શ્રી આર.એમ. છાયા કન્યા વિદ્યાલય, રાજકોટના હાયર સેકન્ડર સેકશનમાં અંગ્રેજી વિષયના અઘ્યાપિકા તરીકે કાર્યરત છું. મારો શિક્ષક આત્મા આઘાત સાથે સમસમી ગયો કે વિવિધ નોકરી, ધંધા કે મજૂરી કરતા મા–બાપોતેના સ સંતાનોના ઉજળા ભવિષ્યના સપના જોતા હોય, સંતાનો રાત–દિવસ ઉજાગરાઓ કરી કલાકોના કલાકો ભણતા હોય, આર્થિક ખર્ચાઓ કરી યુનિ. સુધી  ટાઢ તડકો જોયા વગર વર્ષો સુધી ભણતા હોય ત્યારે લાગવગ કે રાજકારણના જોરે શિક્ષણને ધંધો બનાવી બેઠેલા દલાલો વિદ્યાર્થી આલમને કચડતા જ રહેશે ?!! કાયર અને નમાલો બનાવી તેનું આર્થિક, માનસિક, શારિરિક શોષણ કરતા જ રહેશે ??!! તત્કાલિન કુલપતિ જયેશ દેસાઈ, પરિક્ષા વિભાગને લેખિત ફરિયાદો કરી પણ બધાએ જાણે 'કૌભાંડોમાં ભાઈભાઈ' નીતી અખત્યાર કરી. હું શિક્ષક પરિવારમાંથી અને મારા પિતા હંસદેવજી સાગઠિયાએ સમયે કરણસિંહજી હાઈસ્કુલમાં પ્રિન્સીપાલ, માતા સવિતાદેવી કોર્પો. શાળામાં શિક્ષિકા, મારા ભાઈઓ, અશોકભાઈ, સંજયભાઈ, મહેશભાઈ તથા પરેશભાઇ, મીરાબેન જોષી, મુકેશભાઈ દોશી, મુકેશ વ્યાસ જેવા સત્યનિષ્ઠોએ ન્યાયિક લડત માટે મારી પડખે ઉભા રહી શિક્ષણમાં અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને ર૪ વર્ષે સત્યનો વિજય થયો. મારી લડાઈ વિદ્યાર્થીઓના સાચા હકક અને અધિકારની હતી, છે અને રહેશે. આ જીત શિક્ષણને કલંકિત કરનારા સામે વિદ્યાર્થીજગતની જીત છે તેમ સોનલબેન સાગઠિયાએ એક યાદીમાં જણાવ્યું છે.

પત્રકારિત્વ ભવનના વિદ્યાર્થીની કુ. સોનલબેન સાગઠીયાનો વાઈવા પચ્ચીસ વરસ સુધી ન થવાની ઘટના દુર્ભાગ્યપૂર્ણઃ પ્રો. જયદીપસિંહ ડોડીયા

રાજકોટઃ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પત્રકારિત્વ ભવનના વિદ્યાર્થીની કુ. સોનલબેન સાગઠીયાના વાઈવા ૧૯૯૪માં ગોઠવવાની અનિવાર્યતા હોવા છતાં પચ્ચીસ વરસ સુધી તેમનો વાઈવા ન ગોઠવવાની ઘટના ખરેખર દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય. એક વિદ્યાર્થીનીએ ન્યાય મેળવવા માટે અદાલતનું શરણ લેવું પડે અને ૨૫ વરસ સુધી પત્રકારત્વ ભવન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે પોતાના અધિકાર માટે લડત આપવી પડે તે બાબત ઉચ્ચ શિક્ષણ જગત માટે ખરેખર આઘાતજનક છે.

કુ. સોનલબેન સાગઠીયાએ સિનિયર સિવિલ જજશ્રી રાજકોટની કોર્ટમાં કરેલ રેગ્યુલર દિવાની મુકદમા અરજી નંબરઃ ૧૦૭૨ / ૧૯૯૪ના ચુકાદામા સ્પષ્ટપણે કહેવામાં આવ્યુ છે કે, તેમનો વાઈવા આજદિન સુધી થયેલ નથી માટે હવે એક માસની અંદર બે નિષ્ણાંત તજજ્ઞો દ્વારા વાઈવા ફરી લેવામાં આવે. કોઈપણ લેખિત કે મૌખિક પરીક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ હોય તે સાબિત કરવું ખૂબ જ સરળ છે, કારણ કે દરેક વિગત રેકર્ડ પર નોંધવી ફરજિયાત છે. પચ્ચીસ વરસ સુધી એક બેનશ્રીએ આટલી બધી માનસિક વ્યથા સહન કરવી પડે તે કેટલા અંશે વ્યાજબી છે ? સરકારશ્રી તેના સમર્થકો જ્યારે બેટી બચાવો અને બેટી પઢાઓના નારા લગાવતા હોય ત્યારે સ્વબળે આગળ વધેલા સોનલબેનને અન્યાય ન થાય તે જોવાની સૌની ફરજ બને છે. સૌ. યુનિ. સ્થાપિત હિતોના ચુંગાલમાંથી કયારે મુકત થશે ? તે મોટો સવાલ છે.

યુનિ. સત્તા મંડળના તમામ સદસ્યશ્રીઓ અને યુનિ.ના જવાબદાર પદાધિકારીઓએ આ મુદ્દે આત્મમંથન કરવાની જરૂર છે. આવી ઘટના ફરી ન બને અને હવે વધુ દીકરીઓએ દાયકાઓ સુધી વિશ્વ વિદ્યાલય સામે ન્યાય માટે ઝઝુમવું ન પડે તેની તકેદારી યુનિ. કાયાપલટ કરવાની નેમ સાથે પદગ્રહણ કરનાર કુલપતિ મહોદયશ્રી ડો. નીતિનભાઈ પેથાણી અને કુલનાયકશ્રી ડો. વિજયભાઈ દેશાણીએ રાખવી પડશે. અન્યાય સામે સ્વબળે અને સ્વખર્ચે દાયકાઓ સુધી લડવાની કુ. સોનલબેન સાગઠીયાની ક્ષમતાને હું વંદન કરૂ છું તેમ ડો. જયદિપસિંહ ડોડીયાએ જણાવ્યુ છે.

(3:38 pm IST)