Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

રાજકોટના અનિષ કચ્છીને ટ્રાન્સમીડીયા એવોર્ડ

રાજકોટ : તાજેતરમાં મુંબઇ ખાતે યોજાયેલ ૧૮ મા વાર્ષિક ટ્રાન્સમીડીયા એવોર્ડ ૨૦૧૮ માં રાજકોટના અનિષ કચ્છીને નાટક 'ભાભુ રીટાયર થાય છે' માં શ્રેષ્ઠ અભિનય માટેનો એવોર્ડ એનાયત થયેલ છે. નાટકના દિગ્દર્શક મૃણાલિની ભટ્ટ છે. નયનભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ આ નાટક થકી અનિષ કચ્છીને મળેલ આ સફળતા બદલ ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(11:38 am IST)