Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

એકલવ્યનગરમાં જૂગાર રમતાં ૯ શખ્સ, અને બ્રહ્મસમાજ ચોકમાંથી ૪ પકડાયા

ક્રાઇમ બ્રાંચ અને ગાંધીગ્રામ પોલીસના ઘરમાં ચાલતાં જૂગારના અખાડા પર દરોડા : ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયસિંહ ઝાલા, સોકતખાન, અમીતભાઇ તથા ગાંધીગ્રામના વનરાજભાઇ અને ગોપાલભાઇની બાતમીઃ રોહિત અને કેશુબાપા જૂગાર રમાડતાં હતાં

રાજકોટ તા. ૧૮: જૂગારના બે દરોડામાં ક્રાઇમ બ્રાંચે સાધુ વાસવાણી રોડ એકલવ્ય મફતીયાપરામાં રહેતાં રિક્ષાચાલક ભીલ શખ્સના ઘરમાં દરોડો પાડી તેના સહિત ૯ને પકડી લઇ રૂ. ૪૦૭૦૦ કબ્જે લીધા હતાં. જ્યારે ગાંધીગ્રામ પોલીસે બ્રહ્મસમાજ ચોક પાસે રહેતાં વૃધ્ધના ઘરમાં દરોડો પાડી તેના સહિત ચારને પકડી રૂ. ૧૦૧૫૦ની રોકડ કબ્જે લીધી હતી.

ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયસિંહ ઝાલા, કોન્સ. સોકતખાન ખોરમ અને અમિતભાઇ ટુંડીયાની બાતમી પરથી એલવ્યનગરમાં રહેતાં રોહિત રાજુભાઇ રાઠોડ (ભીલ) (ઉ.૩૦) નામના રિક્ષાચાલકના ઘરમાં દરોડો પાડી તેને તથા જયેશ રાજુભાઇ રાઠોડ (ઉ.૩૩-રહે. એકલવ્યનગર), જાહીદ મહમદભાઇ પારેખ (ઉ.૨૫-રહે. દુધસાગર રોડ લાખાજીરાજ સોસાયટી), મહશે વિઠ્ઠલદાસ મિસ્ત્રી (ઉ.૫૨-રહે. પટેલનગર પાસે કુવાડાવ રોડ), પ્રવિણ ભલાભાઇ ગઢવી (ઉ.૩૫-રહે. સંત કબીર રોડ શકિત સોસાયટી-૧), જીતેન્દ્ર કમાભાઇ ચુડાસમા (ઉ.૩૨-રહે. રોહીદાસપરા-૭), અશ્વિન ભાણજીભાઇ બોરીચા (ઉ.૨૮-રહે. રોહિદાસપરા-૬) અને ચેતન દાજીભાઇ મે (ઉ.૨૨-રહે. એકલવ્યનગર)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૪૦,૭૦૦ કબ્જે લેવાયા હતાં.

જ્યારે ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ બ્રહ્મસમાજ ચોકમાં રઘુવીર સિલેકશન સામે રહેતાં કેશુ ભગવાનજીભાઇ સોલંકી (ઉ.૬૫)ના ઘરમાં દરોડો પાડી તેને તથા ગોરધન રાયાભાઇ અઘોલા (ઉ.૫૮-રહે. પોપટપરા-૨), અર્જુન છગનભાઇ પંસાસરા (ઉ.૨૯-રહે. શિવપરા-૧) તથા દિનેશ ભુપતભાઇ અઘોલા (ઉ.૩૦-રહે. કોઠારીયા રોડ સોમનાથ સોસાયટી)ને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૧૦,૧૫૦ રોકડા કબ્જે લીધા હતાં.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી પી. કે. દિયોરાની સુચના અને  ક્રાઇમ બ્રાંચના પી.આઇ.એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. સોકતખાન, અમીતભાઇ, યોગીરાજસિંહ તથા ગાંધીગ્રામના પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. કિશોરભાઇ ઘુઘલ, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, વનરાજભાઇ લાવડીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, દિનેશભાઇ વહાણીયા, હિતેન્દ્રસિંહ ઝાલા સહિતે કોન્સ. વનરાજભાઇ અને ગોપાલભાઇની બાતમી પરથી આ દરોડો પાડ્યો હતો.

(3:50 pm IST)
  • રાહુલ ગાંધીને સતાનો શોખ નથી :મેં અને મારા ભાઈએ ખુબ જ સંઘર્ષ કર્યો છે :પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાહુલને સતાનો શોખ નથી પરંતુ લોકોની ભલાઈ ઈચ્છે છે :સિરસાના પૌરાણિક સ્થળ સીતામઢી પહોંચી પ્રિયંકાએ આંખમાં આંસુ સાથે કહ્યું કે તેણીએ દેશ માટે પોતાના પરિવારમાં કેટલાય બલિદાન જોયા છે જેમાં તેની દાદી,પિતાની હત્યા છે અને જાણ્યું છે કે દર્દ શું છે access_time 12:59 am IST

  • છોટાઉદેપુરમાં રામસિંહ રાઠવાને ટીકીટ નહિં આપવા મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રભારીને કાર્યકરો અને આગેવાનોએ કરી રજૂઆત access_time 5:50 pm IST

  • સુરતના વેડરોડ વિસ્તારની દુકાનમાં ભીષણ આગઃ ફાયર કોલ જાહેર : સમગ્ર બિલ્ડીંગને ખાલી કરાવાઇ : મયુર પ્લાઝા બીલ્ડીંગના પહેલે માળે ભીષણ આગ ભભુકીઃ ૨૦ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોચ્યાઃ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલઃ આસપાસના મકાનો પણ ખાલી કરાવવા તજવીજ access_time 3:51 pm IST