Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

મહારાણા પ્રતાપની જયંતિએ રાજપૂત કરણી સેના દ્વારા રેલી

રાજકોટ : આજે મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ જોડાયા હતા. આયોજનમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાજકોટના ચંદુભા પરમાર, સાધુ શ્રી જયરામદાસબાપુ, જોગેન્દ્રસિંહ ચંપાવત, દિપકભા કાઠી, બહાદુરભાઈ માંજરીયા, પ્રતાપભાઈ ભગત, મનોજસિંહ ડોડીયા, મૌલિકસિંહ વાઢેર, યુવરાજસિંહ ડોડીયા, હિતુભા ડોડીયા, ભગીભા ખુમાણ, શૈલેન્દ્રસિંહ પરમાર, જયદીપસિંહ ભટ્ટી, જયદીપસિંહ ડોડીયા, જયદીપસિંહ દેવડા, અજયસિંહ પરમાર, કિશોરસિંહ રાઠોડ, યોગીરાજસિંહ તલાટીયા, જગમાલસિંહ હેરમા, રમેશસિંહ જાદવ, જીનાભા ચાવડા, સંજયસિંહ વાઘેલા, ભરતસિંહ ચુડાસમા, ભાવેશસિંહ મહીયા અને ભાવેશસિંહ મારૂ રાજપૂત જોડાયા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

 

(4:08 pm IST)
  • ઈન્દોરમાંથી ૩૦ કરોડનું ૩૦૮ કિલો ડ્રગ્સ ઝડપાયુ : અમદાવાદ, વડોદરા, મુંબઈ, ગોવામાં સપ્લાય કરતાં હતા : ડીઆરઆઈ ટીમે ઈન્દોરમાંથી ડ્રગ્સની સપ્લાય કરતા ૧૧ શખ્સોની ધરપકડ કરી છે : આ શખ્સો પાસેથી ૩૦૮ કિલો ડ્રગ્સ જપ્ત કરાયુ છે : આ શખ્સો રેવ પાર્ટીમાં અમદાવાદ, વડોદરા, મુંબઈ, ગોવામાં ડ્રગ્સની સપ્લાય કરતા હોવાનું ખુલ્યુ છે access_time 5:55 pm IST

  • કાલે શનિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થવાની શકયતા નથી ;પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે ;છેલ્લા ચાર દિવસથી માત્ર આજે શુક્રવારે પેટ્રોલમાં માત્ર આઠ પૈસાનો ઘટાડો કરાયો હતો : છેલ્લા ચાર દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી access_time 1:25 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના ત્રણ કેબિનેટ મંત્રીઓ સાથે છ દિવસોથી એલજીના ઘરે ધરણા પર બેઠા છે. દિલ્હીના ભાજપ સાંસદ પ્રવેશ સાહિબ સિંહે કેજરીવાલ પર હુમલો બોલતા કહ્યુ કે કેજરીવાલ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈનને ભૂખ હડતાળ પર બેસાડી તેમની સામે આલુના પરોઠા ખાય છે. તેમણે વ્યંગ કરતા કહ્યુ છે કે કેજરીવાલને બેશરમ નેતાનો ઓસ્કર એવોર્ડ આપવો જોઈએ. access_time 1:02 am IST