Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

કોઠારીયાનાકામાં છાસ વિતરણ કેન્દ્રનું સમાપન

રાજકોટઃ શ્રી કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૪૭ વર્ષથી ઉનાળામાં છાસ કેન્દ્ર ચલાવવામાં આવે છે અને છેલ્લા ૨૩ વર્ષથી મનસુખલાલ જીવરાજભાઈ શાહ (ભાડલાવાળા) પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી જરૂરીયાતમંદ પરિવારના લોકોને ત્રણ માસ વિના મૂલ્યે છાસ વિતરણ કોઠારીયા નાકા ખાતે શરૂ કરવામાં આવેલ. જેનું સમાપન અરવિંદભાઈ દોમડીયા (કૃણાલ કન્સ્ટ્રકશન ઈન્ડીયા પ્રા.લી.) ગીરીશભાઈ પરસાણા, અનિલભાઈ શાહ, દિપકભાઈ શાહ, મનસુખલાલ જીવરાજભાઈ શાહ (ભાડલાવાળા), કૌશીકભાઈ દવે, રાજુભાઈ મહેતા, ભરત રૂપારેલીયા, ભરતભાઈ ત્રીવેદીની ઉપસ્થિતીમાં યોજાએલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૌશિકભાઈ દવે, રાજુભાઈ મહેતા, ભરતભાઈ ત્રિવેદી, યશવંતભાઈ પાટડીયા, નિરવભાઈ પારેખ, નિલેશભાઈ વોરા, વિજયભાઈ ઝાલા, તેમજ અન્ય સભ્યોએ જહેમત ઉઠાવેલ.

(4:06 pm IST)
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિલ્હીમાં : કેન્દ્રિયમંત્રી નરેન્દ્રસિંહ તોમર (કૃષિ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ) સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત : બંને વચ્ચે ઉષ્મભર્યા વાતાવરણમાં મુલાકાત યોજાઈ access_time 2:23 pm IST

  • ટેકાના ભાવે રાયડાની ખરીદીની મુદ્દત વધારીને ૩૦ જૂન કરવામાં આવી : ખેડૂતો માટે મોટી રાહત access_time 5:47 pm IST

  • વાયુ વાવઝોડુ પાછું ફરીને કચ્છમાં ત્રાટકવાની શકયતાને પગલે NDRF ની 10 ટિમો તૈનાત રખાશે : હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાયુ વાવાઝોડું ફરી ગુજરાત તરફ વળ્યું:, કચ્છ દરિયાકાંઠે વાવાઝોડું ટકરાઇ શકે છે. NDRFની 10 ટીમ કચ્છ, ભુજ, મોરબી માટે 19 જૂન સુધી તૈનાત રખાશે,: સૌરાષ્ટ્ર માટે 2 ટિમ મોન્સૂન માટે રિઝર્વ રખાશે. access_time 1:26 am IST