Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

પાનીની લાલ આંખઃ શહેરના જાહેરમાર્ગો પરના ખાડાઓ આજે જ બુરો

બીઆરટીએસ રૂટનાં સાયકલ ટ્રેક પર વાહન પાર્ક કરનાર દંડાશેઃ મ્યુ. કમિશ્નર દ્વારા વિવિધ વિસ્તારની મુલાકાત

રાજકોટ, તા., ૧પઃ મહાનગર પાલીકા દ્વારા વિવિધ વિસ્તારોમાં અન્ડરગ્રાઉન્ડ યુટીલીટીઝની સુવિધાઓ આપવા માટે રસ્તા પર ખાડા ખોદાણ કરવામાં આવે છે. અને આ કામ અત્યારે કયા તબક્કે પહોંચ્યું છે તેની જાત માહીતી મેળવા માટે મ્યુની. કમિશ્નર બંછાનીધી પાનીએ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વિશે માહીતી આપતા મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાણીએ એમ પણ કહયુ હતું કે શહેરના મુખ્ય માર્ગો પરનું ખોદાણ કામ કરેલું છે તેનું પુરવાનું કામ આજે પુર્ણ કરી લેવા સંબંધીત શાખાઓને સુચના આપવામાં આવેલ છે.

આજે બી.આર.ટી.એસ. રૂટ ૧પ૦ ફુટ રીંગ રોડ પરની મુલાકાત વિષે કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે૧પ૦ ફુટ રીંગ રોડ પર પેરેલલ રહેલા સાઇકલ ટ્રેક પર વાહન પાર્ક કરનાર લોકો પાસેથી આકરો દંડ વસુલ કરવાી સુચના પણ આપવામાં આવેલ છે.

મ્યુિ. કમિશ્નર બંછાનીધી પાનીએ આજે સવારથી જ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે અમીન માર્ગ, બીઆરટીએસ રૂટ, જાગનાથ પ્લોટ, રેલનગરમાં સાધુ વાસવાણી, કુંજ રોડ, પંચનાથ પ્લોટ ભુપેન્દ્ર રોડ કેવડાવાડી શેરી નં. ૪,૬,૮,૧૦ તેમજ કરણપરાની મુલાકાત લીધી હતી.  આ ઉપરાંત રામનાથ પરા જેલ સામેના  વિસ્તારમાં શાળા નં. ૧૬ સંત તુલસીદાસ પ્રા. શાળાની મુલાકાત લઇ આ શાળાની નવી ઇમારતના બાંધકામ કાર્યની પ્રગતીની સમીક્ષા પણ કરી હતી. આ વિસ્તારોની મુલાકાત દરમ્યાન સબંધીત શાખાઓના અધિકારીઓ સાથે રહયા હતા. તેમ કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યું હતું.

(3:58 pm IST)