Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ગાંધીગ્રામ ગાંધીનગરમાં આઇપીએલનો સટ્ટો રમતાં ત્રણ પકડાયાઃ ક્રાઇમ બ્રાંચનો દરોડો

રાજકોટઃ ગાંધીગ્રામ ગાંધીનગર-૮માં ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. મહાવીરસિંહ જાડેજા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ, શોૈકતખાન સહિતના સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ગાંધીગ્રામ ગાંધીનગર-૮માં રહેતો કિરીટ મનસુખભાઇ કક્કડ (ઉ.૨૨) આઇપીએલના કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચેના આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી મળતાં દરોડો પાડતાં કિરીટ તથા જય રાજશેભાઇ કક્કડ (ઉ.૨૨-રહે. આનંદનગર કોલોની એચ-૨૩૫) તથા પારસ પ્રભુદાસભાઇ ઉનડકટ (ઉ.૪૦-રહે. ન્યુ પપૈયાવાડી-૧) સટ્ટો રમતાં મળી આવતાં ત્રણેયને પકડી લઇ પાંચ ફોન, હીસાબનો ચોપડો, ટીવી, સેટઅપ બોકસ મળી રૂ. ૨૧૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતાં.

(8:29 pm IST)