Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

કુંડલીયા કોલેજના પ્રોફેસર વિરૂધ્ધ પોલીસ કમિશ્નરને ફરિયાદ અરજી

રાજકોટ તા. ૧૩: રાજકોટ શહેરના કુંડલીયા કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તેમજ શિક્ષણ જગતના ખુબ જ નામાંકિત પ્રોફેસર રતીલાલ મનજીભાઇ ડોબરીયા સામે વ્યાજે આપેલ પૈસાની પઠાણી ઉઘરાણી કરવા બદલ ખાનગી કોલેજના પુર્વ લેકચરર વિરલ નાથાભાઇ પીપળીયાએ રાજકોટ પોલીસ કમીશ્નર સમક્ષ ફરીયાદ થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામેલ છે.

કુંડલીયા કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા રતિલાલ મનજીભાઇ ડોબરીયાએ વિરલભાઇ નાથાભાઇ પીપળીયાને માસીક ર% ના વ્યાજે રૂ. ૯,૦૦,૦૦૦/- ગેરકાયદેસર રીતે આપેલ અને વિરલભાઇ પાસેથી મજબુરીમાં પ્રોમીસરી નોટ લખાવી લીધેલ અને કોરા ચેકમાં સહી કરાવી લીધેલ અને ત્યારબાદ વ્યાજ સહીતની તમામ રકમ વીરલભાઇએ પ્રોફેસરને ચુકવી આપે હોવા છતાં પ્રોફેસરે તેમની પાસે પડેલ ચેકનો દુરઉપયોગ કરી પોતાના ખાતામાં જમા કરાવવાની ધમકી આપતા પ્રોમીસરી નોટના દુરઉપયોગ તથા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વધુ નાણા પડાવવાનું ચાલુ રાખેલ તેથી અંતે કંટાળી ખાનગી કોલેજના પુર્વ લેકચરર વિરલભાઇ નાથાભાઇ પીપળીયાએ વ્યાજખોર પ્રોફેસર સામે રાજકોટ પોલીસ દ્વારા વ્યાજખોરોને ડામી દેવાની ઝુંબેશ જોર-શોરથી ચાલતી હોય તેથી વિરલભાઇ નાથાભાઇ પીપળીયાએ હિંમત એકઠી કરી વ્યાજખોર પ્રોફેસર વિરૂધ્ધ રાજકોટ પોલીસ કમિશ્નરને તા. ૬-૪-ર૦૧૯ના રોજ વ્યાજખોર પ્રોફેસરના ત્રાસમાંથી મુકતી અપાવવા લેખીત ફરીયાદ કરતા પોલીસ કમિશ્નરશ્રીએ તાલુકા પોલીસ સ્ટેશને આ બનાવ અંગે તપાસ સોંપતા શિક્ષણ જગતમાં ચકચાર મચી છે.

(3:50 pm IST)