Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

રામ-લક્ષ્મણ આવાસ યોજનાના ફલેટનો કબ્જો ગરીબોને દશેરાએ લોકાર્પણ વખતે આપવાનો તંત્રનો દાવો પોકળ !!

સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે કોર્પોરેશને બનાવેલા ૧૭૮૭ ફલેટના લોકાર્પણ વખતે જ લાભાર્થીઓને ઘરનું ઘર આપી દેવાની જાહેરાતને ૧ મહિનો થયો છતાં કોઈ કાર્યવાહી નહીં થતા રોષઃ ફલેટ કયારે અપાશે? : ઉચ્ચ અધિકારીના ટેબલ ઉપર સહી માટે ફાઈલ ધૂળ ખાય છે

રાજકોટ, તા. ૧૨ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા મવડી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે બનાવેલા ૧બીએચકે ફલેટની આવાસ યોજનાનું લોકાર્પણ દશેરાના પવિત્ર દિવસે થયુ હતુ અને આ દિવસે જ લાભાર્થીઓને ક્રમશઃ ફલેટનો કબ્જો સોંપી 'ઘરનંુ ઘર'નું સ્વપ્ન સાકાર કરી દેવાનો તંત્ર વાહકોનો દાવો પોકળ સાબિત થયો છે કેમ કે આજ દિન સુધી આ બાબતે કોઈ કાર્યવાહી નહી થતા લાભાર્થીઓમાં  આ  બાબતે રોષ ફેલાયો છે.

જાણવા મળ્યા મુજબ કબ્જો સોંપવાની કાર્યવાહી એટલા માટે અટકી છે કે ઉચ્ચ અધિકારીની સહી માટેની ફાઈલ ટેબલ ઉપર ઘણા સમયથી ધૂળ ખાઈ રહી છે.

નોંધનીય છે કે, મ્યુ.કોર્પોરેશને પણ ૮મી ઓકટોમ્બરનાં મવડીમાં સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે બનાવેલી ૧ બીએચકે ફલેટની સ્માર્ટઘર આવાસ યોજનાના લાભાથીઓને તેઓના ફલેટની  ચાવી આપી અને કબ્જો આપવા માટે મુખ્યમંત્રી  હસ્તે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કર્યુ ં  હતુ પરંતુ એક મહિનો થવા છતા હજુ તંત્ર દ્વારા લાભાર્થીઓને ફલેટના અલોટમેન્ટ માટે મેસેજ મોકલવામાં ન આવતા લાભાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે.

આ તમામ ફલેટ જેને ઘરનુ ઘર ન હોય તેનેજ આપવામાં આવનાર છે. આ માટે લાભાર્થીઓની અરજીઓ મંગાવાયેલ જેમાં ૪પ૦૦૦ ફોર્મનું વેચાણ થયેલ પરંતુ માત્ર ૧૧૦૦૦ લોકોએજ ફોર્મ પરત આપ્યા હતા. આ ૧૧૦૦૦ લાભાર્થીઓના ફોર્મનો ડ્રો કર્યો અને તેમા ર૧૭૬ લાભાર્થીઓ પસંદ થયા હતા.

 આ આવાસ યોજના હેઠળ ૧ર માળના બે ટાવરમાં ૩૮૪ ફલેટ, ૭ માળના ૧૧ ટાવરમાં ૧૭૮૭ ફલેટ બનાવાયા છે. આ ફલેટની બજાર કિંમત રૂ.રપ થી ૩૦ લાખ જેટલી થાય છે છતા મ્યુ.કોર્પોરેશન લાભાર્થીઓને માત્ર ૩ લાખમાં આ ફલેટ આપશે. આ ફલેટના ર૭.૯ ચો.મી.નો કાર્પેટ એરિયા છે. વોટર પ્રુફ બારી-દરવાજા, વોશ-એરિયા ટોઇલેટ બાથરૂમમાં ગ્લેઝ ટાઇલ્સ વીટ્રીફાઇડ ટાઇલ્સ ફલોરીંગ આ બિલ્ડીંગ પરિશરમાં બગીચો-ચિલ્ડ્રન પ્લેહાઉસ ૩૭ દુકાનોનું શોપીંગ સેન્ટર સહીતની સુવિધાઓ છે.(૨-૧૫)

વોશિંગ્ટનઃ અમેરિકાના શિકાગોમાં ઓહારા અને મિડવે એરપોર્ટ પર મોટા પ્રમાણમાં બરફ હોવાને કારણે  ૧,૨૦૦થી વધુ ઉડાનોને રદ કરવામાં આવી છે. શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. શિકાગો ડિપાર્ટમેન્ટ ઓફ એવિએશનના જણાવ્યા મુજબ, સાંજે ૫ વાગ્યા સુધી ઓહારા આતંરારાષ્ટ્રીય એરપોર્ટ પર ૧,૧૧૪ ઉડાનોને રદ કરવામાં આવી છે, જયારે મિડવે પર ૯૮ ઉડાનો રદ કરવામાં આવી છે.

અમેરિકાના મોસમ વિભાગના જણાવ્યા મુજબ, શિકાગોના ઉતર અને મધ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. આ ક્ષેત્રમાં ત્રણથી છ ઈંચ જેટલો બરફ છવાયો છે. મંગળવારે બપોર બાદ બરફના વરસાદની શકયતા છે.એક ન્યુઝ ચેનલના જણાવ્યા મુજબ, સોમવારે રનવે પર જામેલા બરફના કારણે એક વિમાનને ખેંચીને લાવવામાં આવ્યું છે.

સોમવારે શિકાગોના રસ્તા પર અડધો ફુટ સુધી બરફ પડ્યો છે. ઉતર પશ્ચિમ ઈન્ડિયામાં છ ઈંચ સુધી બરફ પડ્યો છે. કેટલાક સ્થાનીક લોકોનું કહેવું છે કે ઠડી આ વખતે ઝડપથી આવી ગઈ છે. એક વ્યકિતએ કહ્યું કે અહીં હું ૬૦ વર્ષથી છું, પરંતુ કયારે પણ આટલી ઝડપથી ઠંડીનો અનુભવ થયો નથી.

(4:17 pm IST)