Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કોઠારીયા સોલવન્ટ નુરાની પરામાં રેહના ઉર્ફે સલ્માના મકાનમાં જુગાર રમતા પાંચ પકડાયા

રેહના, ઇરફાન, જાહીદ, જરીના અને મુમતાજની ધરપકડ

રાજકોટ, તા., ૧રઃ કોઠારીયા સોલવન્ટ નુરાની પરામાં એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસે દરોડો પાડી જુગાર રમતી ૩ મહિલા સહિત કુલ પાંચને પકડી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કે.એમ.સોલંકી તથા મહિપાલસિંહ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળતા કોઠારીયા સોલવન્ટ નુરાની પરામાં આવેલા એક મકાનમાં દરોડો પાડતા જુગાર રમતી મકાન માલીક રેહાના ઉર્ફે સલ્મા અકબરભાઇ પલેજા (ઉ.વ.ર૮),  ઇરફાન સતારભાઇ કુરેશી (ઉ.વ.૩ર) જાહીદ વલીભાઇ દલ (ઉ.વ.૩૧), જરીના હનીફભાઇ શેખ (ઉ.વ.૪પ) અને મુમતાજ અબ્દુલભાઇ  સમા (ઉ.વ.૪૦) ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૧૬૯૦૦ની રોકડ સહીતની મતા કબ્જે કરી તપાસ આદરી છે. (૪.૨૫)

(4:23 pm IST)