Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ગેરકાયદે રિવોલ્વર રાખવાના ગુનામાં આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા.૧૨ : ગેરકાયદેસર જાપાન મેઇડ રીવોલ્વર પ્રકરણમાં આરોપી વેપારી સહીતનાનો નિદોર્ષ છુટકારો અદાલતે ફરમાવેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટ શહેર તાલુકા પોલીસ ઇન્સ્પેકટર સ.એચ. વડગામાએ રીવોલ્વરના ગુન્હામાં આરોપી દેવા ઉર્ફે દેવજી ચકુભાઇને પકડેલ હતા અને તેમની રીમાન્ડ મેળવેલ હતી. રીમાન્ડ દરમ્યાન દેવજી ચકુએ જણાવેલ કે યાજ્ઞીક રોડ ઉપર સીનીયર જુનીયર દુકાન ધરાવતા આરોપી કમલેશ ગોવિંદભાઇ પટેલ તેમની પાસે રીવોલ્વર હોય, પોલીસે વોચમા રહી અને યુનિવર્સીટી તરફથી કમલેશ ગોવિંદભાઇ આવતો હોય, આરોપી દેવજી ચકુએ દેખાડતા પોલીસે રોકેલ અને તપાસ કરતા તેની પાસેથી અકે જાપાન માર્કા રીવોલ્વર મળેલ જે પંચો રૂબરૂ કબજે કરેલ હતી.

આ ગુન્હાની તપાસ પી.આઇ. શ્રી વડગામા તથા તેના સ્ટાફે કરતા કમલેશ ગોવિંદજીભાઇ ચુતર, રામજી પટેલ, અને પોરબંદરના કુખ્યાત હીરા કાના આહીર વગેરેએ આ કમલેશ ગોવિંદભાઇની પાસેથી કબ્જે કરેલ મેઇડ ઇન જાપાન માર્કોવાળી રીવોલ્વર ગેરકાયદેસરની આરોપી ચતુર રામજી, હીરા કાના, દેવજી ચકુએ ગેરકાયદેસરનું વેચાણ કરેલનુ માલુમ પડતા તમામ આરોપીઓની આમ્સ એકટ કલમ-૨પ(૧) એ ના ગુન્હામાં ધરપકડ કરી અને ચાર્જશીટ બનાવેલ હતું.

આ કામમાં તમામ આરોપી સામે જયુડી. મેજી.શ્રી રીન્કુ શર્માની કોર્ટમાં કેસ ચાલી જતા પોલીસ ઇન્સ્પેકટર વડગામા સ્વતંત્ર સાહેદો પંચો, પોલીસ, જયન્દ્રસિંહ કેશુભા, રાજેન્દ્રસિંહ વજેસિંહ, એફ.એસ.એલ. અધિકારીશ્રી મોદી સહીતના તમામ સાહેદોને તપાસવામાં આવેલ હતા. કમલેશ ગોવિંદભાઇ પટેલ સહીતના તમામને નિર્દોષ છોડી મુકતો આદેશ કરેલ હતો.

આ કામમાં તમામ આરોપીઓ તરીકે એડવોકેટ તરીકે રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રીઅભય ભારદ્વાજ, દીલીપ પટેલ, નૈમીષ જે. પટેલ, વિશાલ અજાણી, કેતન સીંધવા, અકબર હીંગરોજા, ધીરજ પીપળીયા, સુમીત વોરા રોકાયા હતા.

(3:57 pm IST)