Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

આવતીકાલે માવાણી દંપતિના સુખી દાંમ્પત્ય જીવનની ૪૫ વર્ષની સુહાની સફરઃ સીમથી સંસદ અને સંસદથી સેવા

રાજકોટઃ એડવોકેટ શ્રી રામજીભાઇ માવાણીના લગ્ન તા.૧૩/પ/૧૯૭૩ના રોજ શ્રીમતી રમાબેન માવાણી સાથે સંપુર્ણ સાદાઇથી ધોરાજી મુકામે યોજાયેલ હતા. સમાજમાં આંક ૧૩ ને અપશુકનીયાળ ગણવામાં આવે છે. આમ છતાં માવાણી દંપતિએ તા.૧૩ના દિવસે લગ્ન  યોજી સુખ, સમુધ્ધિ, સતા અને સર્વોચ્ચ પદો પાપ્ત કરી  સમાજની માન્યતાને ખોટી ઠેરવેલ છે. ગુજરાતમાં તે સમયે દુષ્કાળની સ્થિતિ હોવાથી માવાણી દંપતિએ સાદાઇથી લગ્નપ્રસંગ યોજી લગ્ન ખર્ચની રકમ ધોરાજીના તત્કાલીન મામલતદારશ્રીને દુષ્કાળ રાહત ફંડમાં  લગ્ન સમયે શ્રી રામજીભાઇ માવાણી એડવોકેટનો વ્યવસાય સંભાળતા હતા. અને શ્રી રમાબેન માવાણી ધોરાજીની કોલેજમાં એસ.વાય. બી.એ.માં અભ્યાસ કરતા હતા. તેણીએ લગ્ન પછી અભ્યાસ ચાલુ રાખી બી.એ. અને એલ એલ.બી.ની પદવીઓ પ્રાપ્ત કરી વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો હતો.

 શ્રી રામજીભાઇ માવાણી તથા રમાબેન માવાણી શ્રીમાંત (નાના) ખેડુત કુંટુબમાંથી જાત મહેનત, સખત પરિશ્રમ અને અવિરત લોકસેવા દ્વારા બંને લોકસભાના સભ્યો બની શકયા હતા. શ્રી રામજીભાઇ માવાણીએ સને.૧૯૮૦-૮૪ તથા શ્રી મતિ રમાબેન માવાણીએ સને. ૧૯૮૪-૮૯ દરમિયાન રાજકોટ લોકસભા મત વિસ્તારના પ્રતિનિધિ તરીકે લોકસભામાં સફળ કામગીરી બજાવેલ છે. શ્રી રામજીભાઇ રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખપદે તેમજ સૌરાષ્ટ્ર- કચ્છ સ્ટોક એકસચેન્જના સ્થાપક પ્રમુખ તરીકે પણ રહયા છે.

 માવાણી દંપતિને ત્યાં સને.૧૯૭૪માં દિપાબેન નામની પુત્રીનો જન્મ થયો હતો. માવાણી દંપતિને સંતાનોમાં એક માત્ર પુત્રી જ છે. તેઓએ કયારે પણ પુત્રનો મોહ રાખેલ નથી. તેઓએ સમાજને ઉમદા ઉદાહરણ પુરૃં પાડેલ છે. માવાણી દંપતિના સત્તાનું રાજકારણ છોડી ગ્રાહકોની સેવાનું ક્ષૈત્ર વર્ષોથી પંસદ કરેલ છે.  ગ્રાહક સેવા ક્ષેત્રે ઉમદા કામગીરી બજાવવા બદલ તેઓએ બે વખત '' સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય એવોડ'' કેન્દ્ર સરકાર દ્વારા અને બે વખત ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ અપર્ણ કરી બિરદાવવામાં આવેલ છે.

 માવાણી દંપતિના સંપર્ક ૩૨૯, પોપટભાઇ સોરઠીયા ભવન, સદર બજાર, રાજકોટ ફોન. (ઓ) ૦૨૮૧-૨૪૭૧૧૨૨, ૩૦૪૧૩૨૯ (મો.૯૪૨૬૨ ૦૧૬૧૧) (૪૦.૯)

(3:53 pm IST)