Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ઈન્ડિયન લાયર્સ એચીવર્સ દ્વારા કાલે સંગીત સંધ્યા સાથે રાજકોટ ગૌરવ સન્માન કાર્યક્રમ

રમણીકભાઈ પરમાર- હીનાબેન ભુવા- અરવિંદભાઈ રાવલ- વિજયભાઈ ડોબરીયાનું સન્માન

રાજકોટ,તા.૧૨: ઈન્ડિયન લાયન્સ એચીવેર્સ- રાજકોટ તથા સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટના સંયુકત ઉપક્રમે સૂર સાથે સેવા સંગમ કાર્યક્રમ અંતર્ગત સામાજિક કાર્યકરોને 'રાજકોટ ગૌરવ સન્માન'થી બિરદાવવા સંગીત સંધ્યા સાથે તા.૧૩ રવિવારે સાંજે ૬ થી ૯ શ્રી વિનોબા ભાવે પ્રાથમિક શાળા નંબર ૯૩, નાના મવા, વાછારાદાદા મંદિર સામે, મોકાજી સર્કલ, રાજકોટ ખાતે કાર્યક્રમ યોજાશે.

રમણીકભાઈ પરમાર જેઓ બિનવારસી લાશની અંતિમક્રિયાની નિઃસ્વાર્થ સેવા વર્ષોથી કરે છે. હીનાબેન ભુવા હીના ફાઉન્ડેશન અંતર્ગત ખાસ કરીને મંદબુદ્ધિના દિવ્યાંગો માટે સેવાકાર્ય કરી રહ્યા છે. શ્રી અરવિંદભાઈ રાવલ મધુવન ટ્રસ્ટ અંતર્ગત વિદ્યાદાન, અન્નાદાન અને સંસ્કાર સિંચનનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. જયેશભાઈ ઉપાધ્યાય તથા વિજયભાઈ ડોબરિયા જેઓ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પર્યાવરણની સેવા પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. આવા સેવાર્થીઓનું સન્માન કરવામાં આવશે.

આ પ્રસંગે પોલીસ કમિશ્નર શ્રીઅનુપમસિંહ ગહલૌત, એકસાઈઝ કમિશનર અપીલ કુમાર સંતોષ, ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નરેન્દ્રસિંહ ઠાકુર, મુખ્ય મહેમાન તરીકે પરાક્રમસિંહ જાડેજા (જયોતિ સીએનસી), મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ), ડો.મયંકભાઈ ઠક્કર (ગીરીરાજ મલ્ટીનેશનલ હોસ્પિટલ), અરવિંદભાઈ ડઢાણીયા (ઉદ્યોગપતિ), સુરેશભાઈ કણસાગરા (ક્રિષ્નાપાર્ક), તૃપ્તિબેન ગજેરા (ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલ) ઉપસ્થિત રહેશે.

સંગીત વૃંદ એચ.જી.ગીટાર એકેડેમી એન્ડ ધ દેશી કલાકાર સંગીત સંધ્યા પ્રસ્તુત કરશે. જેમાં હાર્દિક મકવાણા, સાગર કારિયા, ધ્રુવરાજસિંહ રાણા, જય જાની, જહાન્વી દાવડા ગાયકો તથા ભૌમિક શાહ, વિરાજ ઠાકર, હર્ષદ ગોરવાડિયા, આકાશ પાઉં તથા અન્ય કલાકારો સંગીતમય માહોલ બનાવશે.

આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ વનિતાબેન રાઠોડ, હર્ષદભાઈ મહેતા, મનીષાબેન કટારીયા, પ્રફુલભાઈ રાજપૂત, વનરાજસિંહ ઝાલા યુધીષ્ઠીરસિંહ ઝાલા,  કેજસ વિઠાલાણી, શીલ્પાબેન, કુમુદબેન જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૩૦.૯)

(3:48 pm IST)