Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ફાઈનલ સ્પર્ધામાં બાલગીતો અને બાલવાર્તાઓ ફરી સજીવન થયા : ભુલકાઓને શ્રેષ્ઠ ભેટ

રાજકોટ : ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગર તથા શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા ઓપન સૌરાષ્ટ્ર બાલગીત- બાલવાર્તા સ્પર્ધાનો ફાઈનલ યોજાઈ ગયો. જેમાં અતિથિ વિશેષ તરીકે ડો.નલીન પંડિત, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાણાવસીયા, જીલ્લા શિક્ષણાધિકારી સગારકા, પ્રાથમિક અધિકારી હરીયાણી તથા પ્રાચાર્યા ડો. ચેતનાબેન જોષી હાજર રહ્યા હતા. ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ તથા મહિલા મોરચાના પ્રમુખ નયનાબેને દિપ પ્રાગટ્યથી કાર્યક્રમને ખુલ્લો મૂકયો હતો. બાળકોની બાલગીત સ્પર્ધામાં ઉનાની મહેતા મૃગનયની (પ્રથમ), પાનસુરીયા રોનક (દ્વિતીય) તથા તન્ના શૈલી અને હાડગરડા હેતલ (તૃતીય) સ્થાને રોકડ તેમજ શિલ્ડથી સન્માનિત કરાયા હતા. જયારે બાલવાર્તામાં દવે ધર્મરાજ (પ્રથમ), મેવાડા શિવાની (દ્વિતીય) તથા શુકલ ઈશા (તૃતીય) ક્રમે ઉતીર્ણ થયા. ઉંમરલાયક સ્પર્ધકોમાં ઉનડયોત્રા રજાકભાઈ બાલવાર્તામાં તેમજ જાગાણી રંજનબેન બાલગીતમાં પ્રથમ સ્થાને રહ્યા હતા. બાળકેળવણીકાર ગીજુભાઈ બધેકાને સ્મરણાંજલી સાથે આ બાળકો માટે હૃદયની કેળવણીનો કાર્યક્રમ છે એવું ડો. નલીન પંડિતે કહ્યુ હતું. અકાદમી અધ્યક્ષ પંકજ ભટ્ટ તેમજ શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનના યુવા ચેરમેન અમિત દવેને અભિનંદન પાઠવ્યા હતા.(૩૭.૧૦)

(3:46 pm IST)