Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

બેબી ટ્રેન નીચે કચડાતા ૩ વર્ષના જય ગુજરાતીના મોતથી પરિવારમાં માતમ

મેળાના સંચાલક અને બેબી ટ્રેનના ઓપરેટરોની બેદરકારી ઉડીને આંખે વળગેછેઃ સીસીટીવી કુટેજમાં ઘટના સ્પષ્ટ થઇ : બેબી ટ્રેનના ટ્રેક સુધી બાળકો પહોંચે નહી તે માટે ઉભી કરાયેલી રેલીંગનો દરવાજો ખુલ્લો ફટ હોવાથી જય ટહેલતો ટહેલતો પાટા વચ્ચે પહોંચી ગયો

બાળકનો ભોગ લેનાર બેબી ટ્રેન ઇન્સેટ તસ્વીરમાં જયનો ફાઇલ ફોટો બાજુમાં તેનું મકાન નીચે શોકમાં બેઠેલા પરિવારજનો નજરે પડે છે.(તસ્વીર સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧ર : શહેરના શાસ્ત્રીમેદાનમાં ચાલી રહેલા મેળામાં ગઇકાલે બેબી ટ્રેન નીચે કચડાતા ૩ વર્ષના જય વિજયભાઇ ગુજરાતીના મોત પ્રકરણમાં એ ડીવીઝન પોલીસે સીસીટીવી કુટેજ જોતા બાળક બેબી ટ્રેન આસપાસ લગાવેલી રેલીંગના ખુલ્લા ફટ દરવાજામાં ઘુસી ટ્રેક સુધી પહોંચી જાય તે નજરે પડે છે.

મળતી વિગત મુજબ ભાવનગર રોડ શ્રમજીવી સોસાયટીમાં રહેતા વિજયભાઇ ગુજરાતીને બે પુત્રી અને એક પુત્ર જય(ઉ.૩) છે. ગઇકાલે વિજયભાઇ તેના ત્રણ સંતાનોને લઇને પાડોશીઓ સાથે શાસ્ત્રીમેદાનમાંં યોજાયેલા ખાનગી મેળામાં ફરવા માટે ગયા હતા. તમામ બાળકો જુદી-જુદી રાઇડનો આનંદ ઉઠાવી રહ્યા હતા ત્રણ વર્ષનો માસુમ જય પણ જંમ્પિંગમાં ઉછળકુદ કરતો હતો. ગુજરાતી પરીવારની બંને દિકરીઓ પણ અન્ય રાઇડની મોજ માણી રહી હતી. જમ્પિંગ કરી માસુમ જય વિંગમાંથી નીચે ઉતરી ગયો હતો અને ટહેલતો ટહેલતો બાજુમાંજ બેબી ટ્રેનની આજબાજુ લગાવેલી લોખંડની રેલીંગના ખુલ્લા ફટ દરવાજામાંથી અંદર બેબી ટ્રેનના ટ્રેક સુધી પહોંચી જતા માસુમ જય ટ્રેનની નીચે આવી જતા તેનું માથુ કચડાઇ ગયું હતું. ગંભીર રીતે ઘવાયેલા જયની ચીસોથી મેળો માણી રહેલા લોકો તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તપાસનીસ તબીબોએ જોઇ તપાસી તેનું મોત નિપજયુ હોવાનું જાહેર કર્યું હતું. બે બહેનના એકના અક માસુમ ભાઇના મોતથી ગુજરાતી પરિવાર પર આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. વી.એમ.ડોડીયા તથા રાઇટર ધર્મેન્દ્રસિંહે તપાસ આદરી છે. પોલીસે મેળાના સીસીટીવી કુટેજ તપાસ્યા હતા. જેમાં માસુમ બાળક ટહેલતો ટહેલતો બેબી ટ્રેન આસપાસ લગાવેલી રેલીંગના ખુલ્લા ફટ દરવાજામાંથી બેબી ટ્રેનના ટ્રેક સુધી પહોંચી ગયો હોવાનું નજરે પડતા મેળામાં સુરક્ષાની કોઇ વ્યવસ્થા ન હોવાનું જણાઇ રહ્યું રાઇડટસ વચ્ચે કોઇ આડસ રાખવામાં આવી  ન હોવાનો અને સુરક્ષાની પણ કોઇ વ્યવસ્થા નહી હોવાનો મૃતક જયના પિતા વિજયભાઇ ગુજરાતીએ આક્ષેપ કર્યો છે.

આ ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી કરવા અંગે ગુજરાતી પરિવારે માંગ કરી હતી.

(3:42 pm IST)