Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ભુર્ગભ ગટરો ઉભરાઇ રહી છે, ગંદુપાણી નળમાં ભળે છેઃ વિપક્ષી નેતા

છેલ્લા ૧૦ દિવસમાં ગંદુપાણી-ઓછુ પાણી અને પાણી નહી મળતુ હોવાની ૩૩૪૭ ફરીયાદોઃ ભુર્ગભ ગટર ઉભરાવાની ૪૫૯૬ ફરીયાદોઃ અધિકારીઓ નહી જાગેતો ઉગ્ર આંદોલનઃ વશરામ સાગઠિયાની ચિમકીઃ જાહેર આરોગ્ય જોખમમાં..

રાજકોટ તા. ૧૨: વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ એક નિવેદનમાં જણાવ્યું છેકે મહાનગરપાલિકા ના રેકર્ડ મુજબ અને સિવિલ હોસ્પિટલ અને ગુંદાવાડી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. તે સ્થિતિ જોતા રાજકોટમાં વસતા શહેરજનો ની આરોગ્યની કોઇપણ પ્રકારની ચિંતા ભાજપના શાસકોને તો નથી પરંતુ કોર્પોરેશનના અધિકારીઓને પણ નથી આજે શહેરીજનોના પરસેવા ના પૈસા નો પગાર લેતા અધિકારીઓ હવે જાગે તેવી પ્રજાની ઉગ્ર માંગણી છે.

તેઓએ ફરીયાદના આંકડા રજુ કરી જણાવેલ છે કે, છેલ્લા ૧૦ દિવસથી પાણીની જુદી જુદી ઓનલાઇન ૫૧૭ ફરીયાદ છે અને દરેક વોર્ડની ગણીએ તો ૨૮૩૦ એટલેકે ૩૩૪૭ ફરીયાદો તો ગંદા પાણી ખરાબ પાણી ઓછું પાણી તેમજ પાણી મળતુ જ નથી તેવી અનેક ફરીયાદો હાલ છે.

ગંદાપાણી ની જે ફરીયાદો છે તેના મુળમા ડ્રેનેજ સફાળ તેમજ ડ્રેનેજ નું પાણી જે નળની લાઇનમાં ભળતા ગંદા પાણીની ફરીયાદો છે તેના મુળમાં જુની પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી ગંદાપાણીની ફરીયાદો થાય છે આ ગંદુ પાણી દુષીત હોવાથી લોકોને આરોગ્યને ભયંકર નુકશાન કર્તા છે.

છેલ્લા ૧૦ દિવસથી ડ્રેનેજની ઓનલાઇન ૨૮૬૪ છે અને દરેક વોર્ડ માં આવતી ફરીયાદો ૧૭૩૨ એટલે કે ૪૫૯૬ ડ્રેનેજ ની ફકત ૧૦ દિવસની જ ફરીયાદો છે. ત્યારે આ ભાજપના શાસકો સામે રોષ જોવા મળી રહયો છે.

વિપક્ષ દ્વારા વારંવાર કમિશ્નરને લેખિતમાં તેમજ મોૈખિક ફરીયાદો પણ ખુબજ કરાઇ છે ત્યારે કમીશ્નર દ્વારા ડ્રેનેજ અને પાણીનો પ્રશ્ન હલ નહી કરવામાં આવે તો લોકોને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે જેની કમીશ્નર તેમજ શાસકોએ નોંધ લેવી તેવી ચિમકી યાદીના અંતે વશરામભાઇ સાગઠિયાએ ઉચ્ચારી છે.(૧.૧૯)

(3:41 pm IST)