Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

રાજકોટના ૩૫ સહિત ૨૦૦ ઇન્કમટેક્ષ ઓફિસર્સની બદલીઃ તુરંત ચાર્જ લેવા હુકમ

જોય, છત્રાળા, વિશ્વારંજન, વસાણી,કારકર, ધીનોજા સહિતની બદલીઃ ડાંગર, ખોડુભા, સિંધલનું પોસ્ટીંગ રાજકોટમાં

રાજકોટ તા.૧૨: ગુજરાત આયકર વિભાગે બદલીનો ધાણવો કાઢયો છે. જેમાં રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, સહિતના સ્થળોએ ફરજ બજવતા આયકરના ૨૦૦ ઓફિસરોની બદલી કરવામાં આવી છે.

ગુજરાત આવકવેરા વિભાગની મુખ્ય ઓફિસ અમદાવાદથી રાજયના પ્રિન્સીપાલ ચીફ કમિશ્નર એ.કે. જયસ્વાલે બદલીનો પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં સોૈરાષ્ટ્રના રાજકોટ જામનગર, મોરબી જુનાગઢ, ભાવનગર, ગાંધીધામ, સુરેન્દ્રનગર, પેટલાદ, વેરાવળ, ભૂજ, સહિતના અનેક આયકર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ડીજીઆઇટી, સીસીઅઇટી-૧,સીસીઆઇટી-૨, સીસીઆઇટી-૩, ઇન્વેસ્ટિગેશન વિંગ, સહિતના વિભાગોના અધિકારીઓની બદલીનો સમાવેશ થયો છે.

બદલીમાં રાજકોટના પી.એ. જોય, કિશોર છતરાલાને એકઝેમ્પશન વિભાગમાં અમદાવાદ, વિશ્વારંજનને અમદાવાદ, રમેશચંદ્ર વસાણી, વિજય કારકર, કે.કે. પંડયા, તરૂણ ધીનોજા, કે.એચ. મહેતા, વાય.આર.શેઠ, રૂપલ સાકરીયા, એન.ટી. ટાંક, રવિશ હુડ્ડા, વી.જી. સોલંકી ડી.જી. પરમાર, કેે.ઓ. અજુડીયા, કે.આર. જાડેજા, પીનાકિન સોલંકીનોસમાવેશ કરવામાં આવ્યો છે.

ઉપરાંત જે અધિકારીઓ નિવૃતિ સમયની નજીક હોય, યુનિયનની પ્રવૃતિમાં સક્રિય હોય, તેવા અધિકારીઓની બદલી કરવામાં આવી નથી. રાજકોટના ખોડુભા જાડેજા આર.કે. સિંધલ, વી.એમ. ડાંગર, સહિતના અધિકારીઓનું પોસ્ટીંગ્ રાજકોટ જ રખાયું છે.(૧.૮)

(11:55 am IST)