Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

રાજકોટમાં કોરોના કેસ વધતા રાજ્ય સરકારની કલેકટરને સુચના : 'તકેદારી'ના પગલા લ્યો

ટેસ્ટીંગ વધારવા, માસ્ક - સેનેટાઇઝેશન, સોશ્યલ ડીસ્ટન્શના નિયમોનું પાલન કરાવો : આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં રાખવા તાકીદ

રાજકોટ તા. ૧૧ : દિવાળીના તહેવારોમાં ગુજરાતમાં કોરોના કેસ વધતા આજે રાજ્યના સચિવ અને કલેકટરો સાથે મુખ્ય સચિવે વિડીયો કોન્ફરન્સ યોજી અને કોરોનાની સમીક્ષા કરી અને રાજકોટ શહેર - જિલ્લામાં તકેદારીના પગલા લેવા કલેકટર રેમ્યા મોહનને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ બાબતે કલેકટર રેમ્યા મોહને જણાવેલ કે, રાજ્ય સરકારની સમીક્ષા બેઠકમાં રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના કેસમાં માત્ર આંશિક વધારો થયો છે ત્યારે સમગ્ર તંત્રને અત્યારથી જ સાબદુ કરી દેવાયું છે.

કોરોના ટેસ્ટીંગ વધારવા તેમજ બહાર ફરતા લોકોને માસ્ક - સેનીટાઇઝેશન, સોશ્યલ ડીસ્ટન્શીંગ સહિતના કોવિડ-૧૯ના નિયમોની અમલવારી કડક રીતે કરાવવા અધિકારીઓને સુચનાઓ આપી દેવાઇ છે.

ઉપરાંત આરોગ્ય તંત્રને પણ એલર્ટ મોડ ઉપર રાખી દેવાયાનું કલેકટરશ્રીએ જણાવ્યું હતું તેમજ શહેરીજનો તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્વયં જાગૃતિ રાખી તહેવારો ઉજવવા કલેકટરશ્રીએ જાહેર અપીલ પણ કરી છે.

(3:40 pm IST)
  • પંજાબ કુંબલે - રાહુલની જોડીને જાળવશે પણ મેકસવેલને કદાચ છૂટો કરી દેશે access_time 2:59 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,285 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 86,84,039 થયો :એક્ટીવ કેસ ઘટીને 4, 89,427 થયા:વધુ 52,704 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 80,64,548 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,28,165 થયો access_time 1:04 am IST

  • આજે પણ શેરબજારમાં તેજીઃ શેરબજારમાં દિવાળી પુર્વે જ દિવાળીનો માહોલઃ ૧૦ વાગ્યે સેન્સેકસ ૩ર૧ પોઇન્ટ વધીને ૪૩પ૯૯ તો નીફટી ૧૦૭ પોઇન્ટ વધીને ૧ર૭૩૯ ઉપર ટ્રેડ કરે છેઃ આજે દિગ્ગજ શેર્સ ગ્રીન ઝોનમાં છેઃ રિયલ્ટી સિવાયના તમામ સેકટરના શેરોમાં કરન્ટ જોવા મળી રહયો છે access_time 11:09 am IST