Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

૧૧ વર્ષની સગીરાના ચકચારી બળાત્કાર કેસમાં પ્રોૈઢ શખ્સની જામીન અરજી રદ

આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય ગંભીર ગુનો છેઃ અદાલત

રાજકોટ તા.૧૦: અત્રે  અટીકા નજીકના વિસ્તારમાં રહેતી ૧૧ વર્ષની સગીરા ઉપર વારંવાર બળાત્કાર  ગુજારીને ગર્ભવતી બનાવી દેવાતા ચકચારી કિસ્સામાં પકડાયેલ અહીંના પીપળીયા હોલ પાસે નાલંદા સ્કૂલ નજીક  ભરતનગર શેરીનં. ૪ માં રહેતા ૬૧ વર્ષીય પ્રોૈઢ ગોવિંદ દેવરાજ સાપરીયાએ જામીન પર છુટવા કરેલ અરજીને અધિક સેસન્સ જજ શ્રી એમ.એમ. બાબીએ નકારી કાઢી હતી.

આ બનાવ અંગેની વિગત એવી છે કે બનાવનો ભોગ બનનાર ૧૧ વર્ષ અને ૮ માસની સગીરા કાનથી ઓછું સાંભળતા એવા નાનજી ધનજી જાવીયાના ઘરે ઘરકામ તેમજ રસોઇકામ કરવા જતી હતી ત્યારે આરોપી નાનજી અને તેના આંખે ઓછું દેખતા મિત્ર અરવિંદ લક્ષ્મણ કુબાવત પણ સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

ઉપરોકત આરોપીઓ દ્વારા સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ આચરતા હોય સગીરાને ગર્ભ રહી ગયેલ બાદમાં સગીરાએ એક બાળકીને જન્મ આપેલ હતો.

આ ગુનામાં આરોપી ગોવિંદ હેમરાજ સાપરીયાએ જામીન પર છુટવા અરજી કરતા સરકારી વકીલ અનિલભાઇ ગોગીયાએ રજુઆત કરેલ કે, આરોપીઓ અંધ અને બહેરા હોય તેમજ વાલીની ઉંમરના હોવા છતાં સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ આચરીને સમાજ વિરોધી ગંભીર ગુનો આચરેલ હોવાનો પ્રથમ દર્શનીય કેસ હોય આરોપીની જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને અધિક સેસન્સ જજ શ્રી બાબીએ આરોપીની જામીન અરજીને રદ કરી હતી, આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. અનિલભાઇ ગોગીયા રોકાયા હતા. (૧.૨૧)

(3:49 pm IST)