Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

પટેલ પરિણિતાના આપઘાત કેસમાં સાસરીયાની આગોતરા જમીન અરજી મંજુર

સસરાની રેગ્યુલર જામીન અરજી કોર્ટ મંજુર કરી

રાજકોટ, તા.૧૦: ચાર મહિનાના ટુંકા લગ્નજીવનમાં પત્ નીએ ગળેફાંસો ખાતા થયેલ ફરીયાદમાં પોલીસ દ્વારા ધરપકડની દહેશત લાગતા સાસુ, બે નણંદો તથા નણદોયાએ કરેલ આગોતરા જામીન અરજી તથા સસરા બાબુભાઇ છગનભાઇ ભાવનગરીયાએ કરેલ રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરેલ છે.

ખા કેસની હકીકત એવી છે કે, ફરીયાદી ઘનશ્યામભાઇ ચતુરભાઇ સાબવા રહેઃ સમઢીયાળા- તા. બોટાદ વાળાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ હતી કે તેમની મોટી દીકરી સંગીતાના લગ્ન આજથી આશરે ચાર મહિના પહેલા રાજકોટ મુકામે રહેતા ચેતનભાઇ બાબુભાઇ ભાવનરીયા સાથે થયેલા જે લગ્નબાદ લાઠીદડ સામે સાસરે હતી અને ત્યાંથી એકાદ મહિના બાદ તેના પતિ સાથે રાજકોટ મુકામે રહેવા  આવેલ હતી અને સંગીતાના સાસુ શારદાબેન, સસરા બાબુભાઇ, નણંદ હર્ષાબેન- નણંદોયા જયેશ વેગડ તથા નાની નણંદ દક્ષાબેન તેણીને દહેજ બાબતે મેણા ટોણા મારતા અને કરીયાવર ઓછો લાવી છો તેમ કહી રાજકોટમાં મકાન લઇ દેવા માટે મારકુટ કરતા અને અસહય ત્રાસ આપતા આરોપીઓના ત્રાસથી સંગીતાએ તા.૧૪/૫/૨૦૧૮ના રોજ રોજકોટ કોઠારીયા સોલવન્ટ ઓમકાર સ્કુલની સામે આસોપાલવ સોસાયટી ખાતે આવેલ તેના મકાનમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરેલ હતો. જેથી તમામ આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ-૪૯૮એ, ૩૦૬, ૧૧૪ તથા દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ ૩ અને ૭ મુજબ ફરીયાદ દાખલ કરેલ હતી.

ઉપરોકત ફરીયાદ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધતા પોલીસ દ્વારા આરોપી પતિ ચેતન ભાવનગરીયા તથા સસરા બાબુભાઇ ભાવનગરીયાની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવેલ હતા અને બાકીના આરોપીઓને પણ ધરપકડની દહેશત જણાતા તેઓએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત સેશન્સ કોર્ટમાં પોલીસની ધરપકડ સામે રક્ષણ મેળવવા આગોતરા જામીન અરજી કરેલ હતી. તેમજ સસરા બાબુભાઇએ પોતાને જેલમાંથી જામીન પર મુકત કરવા રેગ્યુલર જામીન અરજી કરેલ હતી.

તમામ પક્ષકારોની દલીલો ધ્યાને લઇ અદાલતે સાસરીયાઓએ જામીન અરજી કરેલ હોય પ્રથમ દર્શનીય રીતે કોઇપણ આરોપીની કસ્ટડીયલ ઇન્ટ્રોગેશનની જરૂરીયાત જણાતી નહોત આરોપી પક્ષની દલીલો ગ્રાહય રાખવા પાત્ર ગણી સાસરીયાઓની જામીન અરજીઓ મંજુર કરેલ હતી. આ કામમાં તમામ સાસરીયાઓ વતી જાણીતા યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્ત્વન મહેતા, ગૌરાંગ ગોકાણી, અમૃતા ભારદ્રાજ, કેવલ પટેલ રોકયેલ હતા.(૨૨.૬)

(3:46 pm IST)