Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

કંસારા જ્ઞાતિના મહિલા મંડળના બહેનોનું અમદાવાદમાં મળી ગયેલ સ્નેહમિલન

રાજકોટ : સમસ્ત કંસારા સમાજ (ગુજરાત)ની સંલગ્ન સંસ્થા સમસ્ત કલ્યાણી મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં કંસારા જ્ઞાતિના મહિલા મંડળની બહેનોનં સંમેલન મહાકાળી મંદિર, કંસારા પોળ, માંડવીની પોળ, અમદાવાદ ખાતે સંપન્ન થયું હતું. સંમેલનમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, પેટલાદ, સિહોર, ખંભાત, વિસનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ સીટી, ધ્રાંગધ્રા, મોડાસા, નડીયાદ,  જોરાવરનગર, સાવરકુંડલા, મહુવા, વલસાડ વિ. ગામોમાંથી ૧પ૦થી વધુ બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્ય મહેમાન તરીકે ભાવનાબેન દવે (ચેરમેન-ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ) તથા અતિથિ વિશેષ તરીકે સોનલબેન જોષી (એડવોકેટ તથા સોશીયલ એકટીવીસ્ટ) ઉપસ્થિત રહી પ્રેરક ઉદ્બોધન કરેલ. સંમેલનમાં હાજર દરેક મહિલાઓને કિટ આપવામાં આવેલ હતી.

(3:45 pm IST)