Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

જિલ્લા ભાજપ ઉદ્યોગ સેલના કન્વીનરપદે દિપક મદલાણી : સહકન્વીનર જયેશ તન્ના

રાજકોટ, તા. ૧૦ : જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ વિચાર વિમર્શ કરી જીલ્લા ભાજપ ઉદ્યોગ સેલના કન્વીનર તરીકે શ્રી દિપકભાઈ મદલાણી (મો. ૮૦૦૦૦ ૦૦૨૩૪) તથા સહકન્વીનર તરીકે જયેશભાઈ તન્ના તથા ભુપેનભાઈ પટેલની આજરોજ નિમણુંક કરવામાં આવી છે.

આ નિમણુંકને ડો.ભરતભાઈ બોઘરા, સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા તથા મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, ગીતાબા જાડેજા અને લાખાભાઈ સાગઠીયા સહિત જીલ્લાના આગેવાનો હોદ્દેદારો, મંડળના હોદ્દેદારોએ આવકારેલ છે. તેમ જીલ્લા મીડીયા ઈન્ચાર્જ અરૂણભાઈ નિર્મળની યાદી જણાવે છે.

(3:40 pm IST)