Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ગાંધી સીરિયલનું રિસર્ચ ધમધોકાર

હસમુખભાઇ પરમાર, પૂજા પરમારે મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો

રાજકોટ તા.૧૦: રાજકોટનો પરમાર પરિવાર ગાંધી સીરિયલના નિર્માણ માટે સંશોધન કરી રહયો છે. તાજેતરમાં હસમુખભાઇ પરમાર તથા પૂજા પરમારે મહારાષ્ટ્રનો પ્રવાસ કરીને વિગતો મેળવી હતી.

શ્રી ક્ષેત્ર સાલબર્ડી તાઃ- મોર્શી જીઃ અમરાવતી મહારાષ્ટ્ર (વિદર્ભ વિસ્તારમાં)

પાંડવો એ યજ્ઞ કરેલો... ભગવાન રામચંદ્રજીએ અશ્વમેઘ યજ્ઞ કરેલો. અત્રે રૂષીજીએ યજ્ઞ કરેલો. આ પાવનભૂમી પર વંદનીય રાષ્ટ્રસંત શ્રી તુકડોજી મહારાજજીએ ૧૯૩૫માં 'મહા રુદ્રપ્રયાગ યજ્ઞ' કરેલો તે યજ્ઞ ૧૧ દિવસ ચાલ્યો તેની વ્યવસ્થા વિશેની માહિતી મહાત્મા ગાંધીજીને મળેલી એ પછી મહાત્મા ગાંધીજી અને વંદનીય રાષ્ટ્રસંતશ્રી તુકડોજી મહારાજની મુલાકાત થઇ.

વંદનીય રાષ્ટ્રસંત શ્રી તુકડોજી મહારાજજી (ગુરુકુંજ આશ્રમ મોજરી) દ્વારા યજ્ઞની વ્યવસ્થા કરવામાં આવેલી તેની સાથે અનેક મંડળો જોડાયા હતા.

પમો યજ્ઞ ''ગાંધી દર્શન''ટી.વી. સીરિયલ ૨૦૧૯માં દર્શાવવામાં આવશે. તેની તમામ તૈયારીઓ હાલમાં સાલબર્ડીમાં ચાલુ થઇ ગઇ છે.

આ સાલબર્ડી જગ્યાની વિશેષતાઓ

ભગવાન મહાદેવજીની તપો ભૂમી, પાંડવોનો અજ્ઞાતવાસ, નળરાજા મહારાણી દમયંતી, અત્રે ઋષી, શ્રીકૃષ્ણ ભગવાન અને રુકમણી સાથે આવેલા સતી અનસોયાની સુર્ય આરાધના. તે ભૂમી પર અમે જઇ આવ્યા. અહીંયા બાજુમાં ''લક્ષ્મીપ્રાપ્તી દ્વારા'' છે. જયા બુદ્ધીસ્ટ અને સાધુઓ તપ કરવા આવે છે.

શ્રી ક્ષેત્ર કૌડણ્યપુર શ્રી વિઠ્ઠલ રુકમણી સંસ્થાન આ આર્ય સંસ્કૃતિ અતિ પ્રાચીન સનાતન પ્રખ્યાત છે.

રુકમણીના માતાનું ગામ, નળ દમયંતીના માતાનું ગામ, ઋષી વર્ધમાન ના માતાનું ગામ, પ્રભુ શ્રી રામચંદ્રજીના દાદી રાજા દશરથજીના માતા ઇંદુમતીનું ગામ, ગંગાને પૃથ્વી પર લાવનાર શ્રી ભગીરથ રાજના માતા કૈશીનીનું ગામ...

કૌંડણ્યપુરમાં રાજા દશરથની રાજધાની પણ દબાયેલ છે.

'ગાંધી દર્શન' ટી.વી. સીરિયલના રિસર્ચ માટે ગયા હતા. હસુમખભાઇ પરમાર, (પુત્રી) પૂજાબેન હસમુખભાઇ પરમાર, ચતુરદાન દેવીદાન ગઢવી, નીકુલભાઇ વજશીભાઇ કંડોરીયા જે શહીદ ભગતસિંહનો  સીરિયલમાં રોલ પ્લે કરવાના છે, તે પણ સાથે રહયા હતા.

વધુ માહિતી માટે  હસમુખભાઇ પરમારઃ ૯૬૨૪૪૧૨૧૮૯ નો સંપર્ક થઇ શકે છે.

(3:29 pm IST)