Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

આજી નદીના પુલ પર નિવૃત આર્મીમેન હિતેન્દ્રસિંહ વાળા પર ૧૦ જણાનો હુમલો

છકડો રિક્ષાને સ્હેજ કાર અડી જતાં બોલાચાલી બાદ છકડાવાળાઓએ ભેગા મળી ધોકા-પાઇપના ઘા ફટકાર્યા

રાજકોટ તા. ૧૦: જામનગર રોડ પર રાંદલનગર ખોડિયાર ડેરી પાસે રહેતાં નિવૃત આર્મીમેન હિતેન્દ્રસિંહ ભગવાનસિંહ વાળા (ઉ.૩૯) નામના રજપૂત યુવાનને સાંજે ગોંડલ રોડ ચોકડથી આજીડેમ ચોકડી વચ્ચે આજી નદીના પુલ પર છકડો રિક્ષાના ચાલક અને સાથેના બીજા રિક્ષાવાળાઓએ મળી ઢીકા-પાટુ અને ધોકા-પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે આજીડેમ પોલીસને જાણ કરી હતી. હિતેન્દ્રસિંહ આર્મીમાં અંબાલા ખાતે ફરજ બજાવતાં હતાં. ગત ૩૦મીએ જ નિવૃત થયેલ છે. તેના કહેવા મુજબ શો રૂમમાંથી કારની સર્વિસ કરાવી પોતે ઘર તરફ જવા નીકળ્યા ત્યારે આજીના પુલ પર છકડો રોંગ સાઇડમાં સામે આવતાં સ્હેજ તેને કાર અડી જતાં તેના ચાલકે બોલાચાલી કર્યા બાદ બીજા રિક્ષાવાળાઓને બોલાવી હુમલો કર્યો હતો.

(11:39 am IST)