Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ગોંડલ રોડ ચોકડીએ ઓવરબ્રિજને મંજૂરી મળતા શાપર-વેરાવળના ઉદ્યોગકારોમાં ખુશી

શાપર - વેરાવળ : અહીયા ત્રણ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા તે વખતે તેની સાથે ગોંડલ રોડ ચોકડીએ પણ ઓવર બ્રીજ બનાવવાની સાંસદ મોહનભાઇ કુંડારીયાને રજૂઆત કરી હતી. એવી જ રીતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ પણ ટ્રાફીક સમસ્યાની સ્થિતિને સમજીને અગ્રતાના ધોરણે મંજૂર કરવાની ખાત્રી આપી હતી. જે તે સમયે રાજકોટમાં તેઓ મીટીંગ કરવા આવ્યા ત્યારે પુનઃ રજૂઆત થતા અને બ્રિજને મંજૂરી મળી જવા સાથે જ ર વર્ષમાં કામ પૂરૂ થશે તેની ખાત્રી અપાઇ હોવાથી શાપર - વેરાવળ ઔદ્યોગિક ઝોનના ઉદ્યોગપતિઓ, ગ્રામજનો આનંદની લાગણી પ્રસરી છે. એશોસિએશનના ચેરમેન રમેશભાઇ ટીલાળા, પ્રમુખ કિશોરભાઇ ટીલાળા, ઉપપ્રમુખ અમૃતભાઇ ગઢીયા, ઉપપ્રમુખ રતિભાઇ આદરીયા, સેક્રેટરી વિનુભાઇ ધડુક સહિત તમામ સભ્યોએ ફટાકડા ફોડી ખુશી વ્યકત કરી હતી. (તસ્વીર - અહેવાલ : કમલેશ વસાણી, શાપર - વેરાવળ)

(11:38 am IST)