Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

રાજકોટના નાડોદાનગરમાં આવેલ બેઠા પુલ પરથી પાણીનો પ્રવાહ નિયંત્રિત થતા રસ્તો ફરી શરુ કરાયો

રાજકોટ : ચોમાસા દરમ્યાન ભારે વરસાદને પગલે જંગલેશ્વર પાસેના રસ્તા પર વધુ પાણીના લીધે લોકોની સલામતી જોખમમાં મુકવાની બાબતને ધ્યાનમાં રાખી મ્યુનિ. કમિશનરની સુચનાથી રાત્રે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જેથી કોઈ અકસ્માત ન સર્જાય.

  ભારે વરસાદને લીધે ખોખડદડી નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી જંગલેશ્વર થી ઇન્ડસ્ટ્રીઝ તરફ જતો રસ્તો કે જે ખોખડદડી નદી પર નાડોદાનગરમાં આવેલ બેઠા પુલ પરથી પસાર થાય છે, તેના પરથી પાણીનો વધુ પ્રવાહ થતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત રાખી લોકોની અવર-જવર બંધ કરી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.

       હાલ પાણીનો પ્રવાહ નિયંત્રણમાં હોવાથી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ચકાસણી કર્યા બાદ રસ્તાને પુનઃ ચાલુ કરવામાં આવ્યો છે, તેમ મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું.

(9:39 pm IST)