Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

શહેરી વિકાસ સત્તામંડળ પ્રથમ રીવ્યુ મીટીંગ યોજતા અધ્યક્ષ ઉદિત અગ્રવાલ

રીંગ રોડ- ર અને ૩, પાણી પુરવઠા યોજના સહિતના કામો તાકિદે પુર્ણ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના

રાજકોટ, તા. ૭ : રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળ (રૂડા)નાં નવનિયુકત અધ્યક્ષ શ્રી ઉદિત અગ્રવાલનું રૂડાના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ચેતન ગણાત્રા દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલ હતું. આ તકે રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળની વિવિધ શાખાઓનાં અધિકારી  પી.એમ.ચૌહાણ (ઇ.ચા. નગર નિયોજક),ઙ્ગશ્રી કે.જી.લુકા (વહીવટી અધિકારી), ધીરેન્દ્ર કાલરીયા (ડાયરેકટર (પ્રોજેકટસ) દ્વારા સત્ત્।ામંડળના સર્વે સ્ટાફ વતી પુષ્પગુચ્છ વડે ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવેલ હતું.

દરમ્યાન (રૂડા)નાં અધ્યક્ષશ્રીએ આજે સત્ત્।ામંડળની વિવિધ કામગીરી સંભાળતા અધિકારીશ્રીઓ પાસેથી કામગીરીની વિગત મેળવી સત્ત્।ામંડળ વધુ કાર્યક્ષમરીતે કામગીરી કરી શકે તે બાબતે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આજરોજ પ્રથમ રીવ્યુ મીટીંગમાં કચેરીના મહેકમ અંગેની, ટી.પી.સ્કીમોનાં સ્ટેટસ અંગે, આંતર માળખાકીય સુવિધાઓ અંગેની વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરુ પાડેલ.

આ ઉપરાંત, સત્ત્।ામંડળનાં વિસ્તારનાં તમામ ગામોએ દ્યન કચરાના નિકાલ બાબતે શું કામગીરી કરેલ છે તેની વિગત મેળવી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી વ્યાપક અને વધુ કાર્યક્ષમ રીતે કરવા માટે અધ્યક્ષશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. તો સાથોસાથ, સત્ત્।ામંડળ દ્વારા હાથ ધરાયેલ ૨૪ ગામોની પાણી પુરઠવા યોજના, રીંગરોડ-૨ અને રીંગરોડ–૩ નાં કામોની જાણકારી મેળવી આ યોજનાઓ વહેલી તકે પૂર્ણ કરવા સુચના આપી હતી.

(3:50 pm IST)