Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

નરેન્દ્રભાઇના જન્મદિને સેવા સપ્તાહ ઉજવાશેઃ ભાજપ કાર્યાલયે બેઠક

રાજકોટઃ આગામી તા.૧૭ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ હોય તેમજ જમ્મુ-કાશ્મીરની ૩૭૦-કલમ હટાવીને દેશહિતમાં મજબુત અને ઐતિહાસીક પગલા દ્વારા દેશની જનતાનું ૭૦ વર્ષ જુનુ સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાકાર કર્યું છે. ત્યારે પ્રદેશ ભાજપની યોજના અનુસાર વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. તે અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની અધ્યક્ષતામાં અને ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મહામંત્રી દેવાંગ માંકડની ઉપસ્થિતીમાં બેઠક મળી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ અંતર્ગત શહેર ભાજપ દ્વારા 'સેવા સપ્તાહ' યોજવામાં આવશે, જેમાં શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરાશે 'સેવા સપ્તાહ' અંતર્ગત શહેરના તમામ વોર્ડના ઇન્ચાર્જ-સહઇન્ચાર્જ જાહેર કરી તેમને જવાબદારીની સોંપણી કરવામં આવી હતી.  કાર્યકર્તાઓને પણ વિવિધ જવાબદારીઓ સોપવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ તમામ કાર્યકમો યોજાશે તે અંતર્ગત જનજાગૃતિ અભિયાનના મહાનગરના સંયોજક તરીકે  મનીષભાઇ ભટ્ટ અને સહસંયોજક તરીકે મુકેશભાઇ દોશી, વિધાનસભા-૬૮ના સંયોજક તરીકે રમેશભાઇ અકબરી, સહસંયોજક કીન્નરીબેન ચૌહાણ, વિધાનસભા-૬૯માં સંયોજક પરેશભાઇ હુંબલ, સહસયોજક જયોત્સનાબેન ટીલાળા, વિધાનસભા-૭૦,૭૧માં કેતનભાઇ પટેલ અને પ્રકાશબા ગોહીલ, સંપર્ક અભીયાનના મહાનગરના સંયોજક તરીકે સુરેન્દ્રસિંહ વાળા, સહસયોજક વિક્રમભાઇ પુજારા, વિધાનસભા-૬૮માં વરજાંગભાઇ હુબલ, મંજુલાબેન ગોસ્વામી, વિધાનસભા-૬૯માં ધર્મેન્દ્ર મીરાણી અને જયોતીબેન લાખાણી, વિધાનસભા ૭૦-૭૧માં દીવ્યરાજસીહ ગોહીલ, કીરણબેન હરસોડા,સેવાસેતુ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે મોહનભાઇ વાડોલીયા, સહઇન્ચાર્જ તરીકે મયુરભાઇ શાહ, ડોકટર સેલમાં ડો.અમીતભાઇ હપાણીના માર્ગદર્શન હેઠળ ડોકટરોની ટીમ જહેમત ઉઠાવશે. આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.

(3:48 pm IST)