Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

સિદ્ધિ વિનાયક ધામમાં મહાઆરતીનો લ્હાવો લેતા ભીખુભાઇ દલસાણીયા-મોહનભાઇ કુંડારીયા

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ સિદ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું  ૧૧ સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવેલ છ.ે શહેર ભાજપ આયોજીત મંગલ મહોત્સવમાં રોજેરોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા શૈક્ષણીક સંસ્થાના આગેવાનો દ્વારા મહાઆરતીનો લાભ લેવાય છ.ે ત્યારે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ સિદ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતીદાદાની મહાઆરતીમાં જોડાઇ ગણપતિદાદાના પૂજન-અર્ચન-દર્શનનો લ્હાવો લીધો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, મનીષ રાડીયા, કશ્યપ શુકલ, પરેશ પીપળીયા, કેતન પટેલ, અશ્વીન પાંભર, પાર્થરાજ ચૌહાણ, પુર્વેશ ભટ્ટ, સુરેશ સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભીખુભાઇ દલસાણીયા તથા મોહનભાઇ કુંડારીયાએ તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહમંત્રી અમીતભાઇ શાહ દ્વારા કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩પ-એ હટાવવાના ઐતિહાસિક નિર્ણયને  'હું એક ભારતીય તરીકે આવકારૂ છું' ના મુકાયેલ ઓટોગ્રાફ પેડની મુલાકાત લીધી હતી, અને ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગર દ્વારા ગણપતી મહોત્સવના આ સુંદર આયોજનને બીરદાવ્યું હતું.

(3:42 pm IST)