Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

રાજકોટમાં ભુલા પડેલા આણંદના વૃધ્ધા લક્ષ્મીબેનને પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

મહિલા પોલીસે વૃધ્ધાને એસ.ટી.બસમાં બેસાડયા

રાજકોટ :  શહેરના મહિલા પોલીસ મથકમાં ગઇકાલે કોઇ જાગૃત નાગરીક ભુલા પડેલા વૃધ્ધાને લઇ આવ્યા હતા. બાદ મહીલા પોલીસ મથકનાપી.એસ.આઇ. એન.બી. ડાંગર તથા એ.એસ.આઇ રેખાબેન સાવલીયા સહિતે વૃધ્ધાનું કાઉન્સીલીંગ કરી વૃધ્ધાનુ નામ સરનામુ પુછતા તેમણે પોતાનું નામ લક્ષ્મીબેન દોલતભાઇ ઠાકર (ઉ.વ.૬૦) અને આણંદમાં રાજેશ્રી છાપરા પાસે રહેતા હોવાનું જણાવ્યું હતું. વૃધ્ધા પાસે પૈસા ન હોઇ અને આણંદમાં રહેતા તેના પરિવારના સભ્યોના નંબર પણ યાદ નહોતા, બાદ પોલીસે વૃધ્ધાને નાસ્તો અને નવા કપડા પણ લઇ આપ્યા હતા, બાદ તેને પુછતા લક્ષ્મીબેને જણાવ્યું હતું કે, પોતે ત્રણ દિવસ પહેલા આણંદથી એસ.ટી.બસમાં બેઠા હતા અને પોતાને તેના કાકા કાકીને ત્યાં જવું હતું પરંતુુ ભુલથી રાજકોટ પહોંચી ગયા હતા બાદ પોતે બસ સ્ટેશનમાં ઉતર્યા હતા, પરંતુ આણંદ જવા માટે પૈસા ન હોઇ તેથી પોતે ત્રણ દિવસ સુધી ભુખ્યા તરસ્યાબસ સ્ટેશન આસપાસ ફરતા રહયા, બાદ ગઇકાલે કોઇ જાગૃત નાગરીકે તેને પુછતા પોતે તેની આપવીતી જણાવતા તે પોતાને મહિલા પોલીસ મથકે લઇ આવ્યા હતા. વૃધ્ધાએ તમામ હકીકત જણાવતા મહીલા પોલીસ મથકના એન.બી. ડાંગર તથા અન્ય બે કોન્સ્ટેબલે વૃધ્ધાને બસ સ્ટેશને પહોંચાડી સહીસલામત આણંદની બસમાં બેસાડી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કર્યુ હતું.

(3:32 pm IST)