Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

મુનિરાજ શ્રીગૌતમયશવિજયજી મહારાજના સળંગ ૫૦૦ આયંબિલની તપની કાલે પૂર્ણાહુતીઃ પારણા- પ્રવચન

શ્રીજાગનાથ જૈન સંઘના આંગણે પૂ.આ.ભ.શ્રીયશોવિજયસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં

રાજકોટ,તા.૭: ગત વર્ષે રાજકોટમાં જ જેઓની ભવ્ય દીક્ષા સંપન્ન થઇ હતી તે પૂજય મુનિભગવંત શ્રીગૌતમયશવિજયજી મહારાજના દીક્ષાદિનથી લાગ - લગાટ સળંગ ૫૦૦ આયંબિલની ઉગ્ર સાધનાની પૂર્ણાહુતીના પડઘમ વાગી રહ્યા છે. આ ભવ્ય અવસરે શ્રીજાગનાથ શ્વે.મૂ.જૈન સંઘના ઉપક્રમે, પૂજય આચાર્ય ભગવંત શ્રીયશાવિજયસૂરીશ્વરજી મહારાજની પાવનનિશ્રામાં પૂજય મુનિભગવંતના સાંસારિક પરિવાર દ્વારા અનોખા આયોજનો આયોજિત થઇ રહ્યા છે.પૂજયપાદ સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીજયઘોષસૂરીશ્વરજી મહારાજની પરમ - પાવન કૃપાથી પૂજય મુનિભગવંતે ૧૭ - ૧૮ વર્ષની અલ્પવયે આ અત્યંત કઠીન સાધના પૂર્ણ કરી છે. આ અવસરે પૂજય આચાર્ય ભગવંતશ્રીએ  પ્રેરણા કરતા સમસ્ત રાજકોટના અન્વયે સામૂહિક ૫૦૦ આયંબિલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મુનિભગવંતની આ અત્યંત કઠીન સાધનાને વધાવવા સકલ શ્રીસંઘે ૭૫૦થી વધુ આયંબિલની આરાધના કરી હતી. જાગનાથ જૈન સંઘમાં આજ રોજ ૭૫૦થી વધુ આયંબિલો એકસાથ આયોજાયા હતા.

આ નિમિત્તે ગઇકાલે ર૫૦થી વધુ સામૂહિક સામાયિક બહેનાના આયોજાયા હતા તથા એકસાથે ૭૫૦થી વધુ આયંબિલનું આયોજન પણ કદાચ રાજકોટમાં સૌ પહેલીવાર થયું હતું. આવતીકાલે પૂજય મુનિભગવંતનો પારણાનો દિવસ છે. તે નિમિત્ત મુનિભગવંતના સાંસારિક ગૃહાંગાણે પુષ્કર એપાર્ટમેન્ટે સવારે ૭ કલાકે વાજતે-ગાજતે પધરામણી થશે તથા ત્યાં પૂજય આચાર્ય ભગવંતનું પ્રવચન થશે અને પછી મુનિભગવંતના ૫૦૦ આયંબિલનું પારણું થશે.

(3:32 pm IST)