Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ગ્રીન સીટી કલબ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ગણેશોત્સવમાં અંધ મહિલાઓએ વંદના કરી : આરતી સુશોભન : સાંજે છપ્પનભોગ

રાજકોટ : ગ્રિન સીટી કા મહારાજા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર દ્વારા આ વર્ષે પણ ધામધૂમથી ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. ગઈકાલે શ્રી વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની મહિલાઓ દ્વારા ગણપતિ દાદાના ભકિત ગીતો સંગીત સાથે ખૂબ જ સુંદર રીતે રજૂ થયા હતા. ત્યારબાદ તેઓના હસ્તે મહાઆરતી કરાવવામાં આવી સોસાયટીના ભકતજનોએ આ મહાઆરતીમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં ભાગ લીધો હતો. આજરોજ ગ્રીન સીટી કલબ દ્વારા આ સંસ્થાના બહેનોને ત્યાં તેઓની સંસ્થામાં જઈને પ્રસાદરૂપી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

આજરોજ સવારની પ્રાતઃ આરતીમાં આફ્રિકા કોલોની ૩માં આવેલ લીટલ સ્ટાર પ્લે હાઉસમાં નાના નાના ભુલકાઓ તેઓના માતા - પિતા સાથે સુંદર મજાના નવા નવા વસ્ત્રો પરિધાન કરીને સુંદર આરતીના થાળ સુશોભન કરીને આ આરતીનો લાભ લીધેલ હતો. નાના નાના ભુલકાઓમાં ભકિતભાવ જોઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારબાદ આવેલ દરેક ભકતોને તેમજ ભુલકાઓને નાસ્તો તેમજ ચોકલેટ આપવામાં આવ્યા હતા.

ગ્રીન સીટી ખાતે આજરોજ સાંજે ૫ થી ૭ છપ્પનભોગનો દર્શન રાખવામાં આવેલ છે. આયોજકો દ્વારા દર્શનનો લાભ લેવા માટે ભકતજનોને નિમંત્રણ અપાયુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શશીભાઈ બાટવીયા, દિપકભાઈ સાપરીયા, સુનિલભાઈ બાબરીયા, ભાર્ગવ બાબરીયા, અજયસિંહ વાઘેલા, ચપલાભાઈ કાંતિકાકા, પાંચીયાભાઈ, વલ્લભભાઈ દુધાત્રા જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:14 pm IST)