Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

આજીડેમ ચોકડીએથી ૪.૧૨ લાખનો દારૂ ભરેલી બોલેરો ઝડપાઇઃ ચાલક છનનન

આજીડેમ પોલીસ મથકના કનકસિંહ સોલંકી અને શૈલેષ નેચડાની બાતમીઃ આજીડેમ પોલીસના બીજા દરોડામાં રાધેશ્યામ સોસાયટીમાંથી ૭૨ બોટલ કબ્જેઃ જયદેવસિંહ ઘરે ન મળતાં શોધખોળ

રાજકોટ તા. ૭: આજીડેમ પોલીસે દારૂના બે દરોડામાં આજીડેમ ચોકડીથી કોઠારીયા ચોકડી વચ્ચેના માધવ વે બ્રિજ નજીકથી રૂ. ૪,૧૨,૨૦૦નો ૯૧૨ બોટલ દારૂ ભરેલી બોલેરો પીકઅપ ગાડી ઝડપી લીધી હતી. જો કે પોલીસને જોઇ ચાલક ગાડી મુકી ભાગી ગયો હતો. બીજા દરોડામાં રાધેશ્યામ સોસાયટીમાં એક ઘરમાં દરોડો પાડી ૭૨ બોટલ દારૂ જપ્ત કરાયો હતો. આરોપી ઘરે હાજર નહોતો.

આજીડેમના હેડકોન્સ. કનકસિંહ સોલંકી અને શૈલેષભાઇ નેચડાને મળેલી બાતમી પરથી કોઠારીયા ચોકડીથી આજીડેમ ચોકડી વચ્ચે માધવ વે બ્રીજ સામે સર્વિસ રોડ પર વોચ રાખવામાં આવી હતી. જીજે૦૩બીવી-૫૩૬૨ નંબરની બોલેરો દારૂના જથ્થા સાથે આવી રહ્યાની બાતમી હતી. તેના આધારે વોચ રખાઇ હોઇ પોલીસને જોઇ ચાલક ગાડી રેઢી મુકી ભાગી ગયો હતો.

પોલીસે તપાસ કરતાં અંદરથી રૂ. ૪,૧૯,૨૦૦નો ૯૧૨ બોટલ દારૂ મળતાં તે તથા ૫ લાખની બોલેરો કબ્જે કરી ગાડી નંબરને આધારે ચાલક-માલિકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

બીજો દરોડો

આ ઉપરાંત કોન્સ. કુલદીપસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ ઝાલાની બાતમી પરથી બ્રહ્માણી હોલ પાછળ રાધેશ્યામ સોસાયટી-૧માં જયદેવસિંહ પ્રવિણસિંહ જાડેજાના ઘરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તે ઘરમાં મળી આવેલ નહિ, પરંતુ રૂ. ૨૮,૮૦૦નો ૭૨ બોટલ દારૂ મળતાં ગુનો નોંધી કબ્જે કરાયો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એચ.એલ. રાઠોડની રાહબરીમાં આ બંને કામગીરી ઇન્ચાર્જ એમ. જે. રાઠોડ, પીએસઆઇ સી.એસ. પટેલ, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, શૈલેષભાઇ ભીંસડીયા, શૈલેષભાઇ નેચડા, કુલદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ડ્રાઇવર જયેશભાઇ ગઢવીએ આ બંને કામગીરી કરી હતી.

(11:50 am IST)