Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ગૌ આધારિત અર્થ વ્યવસ્થાઃ શુક્રવારે વેબીનારમાં જોડાઓ

રાજકોટ તા. ૬ : અર્થ ફોર પીપલ દ્વારા રાષ્ટ્રીય કામધેનુ આયોગના સથવારે ''ગૌ આધારીત અર્થ વ્યવસ્થા'' અંગે રાષ્ટ્રીય વેબીનાર યોજાશે. અર્થ ફોર પીપલના ર્સજન દ્વારા સંજ્ઞાન સીરીઝના ભાગરૂપે શુક્રવારે, તા.૭, ઓગષ્ટ, સવારે ૧૧ કલાકે ફેસબુક પેઇઝ facebook.com/arththforpeople પર આ સેમીનાર લાઇવ નીહાળી શકાશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાના માર્ગદર્શનમાં યોજાનાર આ વેબીનારમાં વકતા તરીકે શ્રી સુનીલ માનસીંઘકા (ગૌ વિજ્ઞાન), શ્રીમતી અલ્કા લોહાટી (શ્રી ક્રિષ્ના ગૌશાળા), રાજેશ ડોગરા (રાજસ્થાન ગૌ પરીષદ), શ્રી નીરજ (શ્રી બંસી ગૌ ધામ) માર્ગદર્શન આપશે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં સ્વપ્ન મુજબનું આત્મ નિર્ભર ભારત બનાવવા અંગેના તેમજ ''ગૌ આધારીત અર્થ વ્યવસ્થા'' અંગે માર્ગદર્શન મેળવવા આ પ્રશિક્ષણ વેબીનારમાં જોડાવવા માટે તા. ૭, ઓગષ્ટ, શુક્રવારે ૧૧ કલાકે  facebook.com/arththforpeople ની લીંક પર જોડાવવા રાષ્ટ્રીય કામધેનુ આયોગની યાદીમાં જણાવાયું છે.

(4:38 pm IST)