Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

મીની વાવાઝોડાથી રામનાથપરા સ્મશાનમાં ભારે નુકશાનઃ મંદિર ડેરીઓ તુટી પડી : ૧પથી વધુ વૃક્ષો ધરાશાઇ ૧ લાખ જેટલું નુકશાન

રાજકોટઃ ગઇ રાત્રે ત્રાટકેલા વાવાઝોડાને કારણે શહેરના રામનાથપરા મુકિતધામમાં ભારે નુકશાની થઇ હતી ૧૦ થી ૧પ મોટા વૃક્ષો પડી જતા શ્રી મેલડી માતાજી મંદિર ત્થા મુકિતધામમાં બનાવેલા નાના મંદિર ડેરીઓ તુટી ગઇ. ભગવાન શ્રીકૃષ્ણ ગોવર્ધન પર્વત ઉંચકી રહ્યા હોય તેવી પ્રતિકૃતિવાળા મંદિરમાં પણ નુકશાન થયું હતું જે તસ્વીરોમાં દર્શાય છે. સ્મશાનના સંચાલકોએ જણાવ્યું હતું કે વાવાઝોડાથી મૂકિતધામમાં અંદાજે રૂ. ૧ લાખથી વધુનુ નુકસાન થયું આજે ગઇરાતથી આજ સવાર સુધી ફાયર બ્રિગેડની ટીમો દ્વારા મુકિતધામમાં પડી ગયેલા વૃક્ષોના નિકાલની કામગીરી કરી હતી. જો કે વૃક્ષો અને નાના મંદિરો શિવાય અન્ય કોઇ નુકશાન થયું ન હોય મુકિતધામમાં અગ્નિસંસ્કારની કાર્યવાહી ચાલુજ રાખવામાં આવી હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું.(તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(1:08 pm IST)