Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

મેટોડા જીઆઇડીસીમાં વરસાદથી પડેલા ઝાડ સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત

મૃતકના વાલીવારસ હોય તો લોધીકા પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૬: મેટોડા જીઆઇડીસીી ગેઇટ નં. ૧ જીઆઇડીસી ઓફિસ પાસેથી રાત્રીના અજાણ્યો આશરે ૨૫  વર્ષનો યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું છે. મૃતકે પીળા રંગનું ટી-શર્ટ પહેર્યુ છે. તેના જમણા બાવડા પર દિલનું ચિત્ર ત્રોફાવેલુ છે. કોઇ વાહનની ઠોકરે ચડતાં મોત નિપજ્યાની શકયતા છે. તસ્વીરમાં દેખાતા મૃતક યુવાનના કોઇ પરિચીત સગા સંબંધી હોય તો લોધીકા પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. હેડકોન્સ. હરદિપસિંહના કેવા મુજબ આ યુવાન બાઇક હંકારીને જતો હતો ત્યારે વરસાદને કારણે પડી ગયેલા લીમડાના ઝાડ સાથે અથડાતાં મોત નિપજ્યું હતું. મૃતક યુપી તરફનો હોવાનું અને તેનું નામ અખંડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

(11:34 am IST)