Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કુવાડવા પંથકની ત્યકતા બિમાર પડીઃ નિદાન થતાં સગર્ભા હોવાનું ખુલ્યું

માનસિક અસ્વસ્થ મહિલા વાડીએ આવતી-જતીઃ કોઇએ દૂષ્કર્મ આચર્યુ કે ભોળપણનો લાભ ઉઠાવી લીધો?: મહિલા કે તેના સ્વજનો કંઇ જાણતા ન હોવાનું પોલીસને કહ્યું

રાજકોટ તા. ૬: કુવાડવા પંથકના એક ગામમાં છુટાછેડા બાદ માતા-પિતા સાથે રહેતી ત્રીસેક વર્ષની ત્યકતાની તબિતય બગડતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. અહિ તબિબી તપાસમાં તેના પેટમાં છએક માસનો ગર્ભ હોવાનું નિદાન થતાં ઝનાના હોસ્પિટલમાં દાખલ કરી પોલીસ કેસ જાહેર કરવામાં આવ્યો છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવાના હેડકોન્સ. ક્રિપાલસિંહે હોસ્પિટલે પહોંચી મહિલાની તથા તેના પરિવારજનોની પુછતાછ કરી હતી. જો કે મહિલા માનસિક અસ્વસ્થ હોઇ કંઇ જણાવી શકી નહોતી. તેના માતાએ પણ પોતે કંઇ જાણતા ન હોવાનું અને દિકરી અવાર-નવાર ઘરેથી વાડીએ આવ-જા કરતી હોવાનું કહ્યું હતું. કોઇએ તેણી સાથે બળજબરી આચરી કે માનસિક અસ્વસ્થતાનો લાભ લઇ લીધો? તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:34 am IST)