Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

પોલીસ હેડક્વાર્ટર,પોલીસ લાઈન,અલગ અલગ શાખામાં ફરજ બજાવતા સેવકોને રાશનકીટ ,માસ્ક, સૅનેટાઇઝર અને ગ્લોઉઝનું વિતરણ કરાયું

રાજકોટ : રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટર,પોલીસ લાઈન અને અલગ અલગ શાખાઓમાં ફરજ બજાવતા સેવકોને એક મહિનાનું રાશન કીટ,માસ્ક ,સૅનેટાઇઝર અને ગ્લોઉંઝાનું વિતરણ કરાયું હતું

  પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલની સુચનાથી તથા સંયુકત પોલીસ કમિશ્ર્નર ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ મદદનિશ પોલીસ કમિશ્ર્નર જી.એસ.બારીયા તથા રિઝર્વ પોલીસ ઇન્સપેકટર એમ.એ.કોટડીયાનાઓ દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ હેડ કવાર્ટર, રામનાથ પરા પોલીસ લાઇન તથા અલગ અલગ શાખા કચેરીમાં ફરજ બજાવતા તમામ સેવકોને ૧-માસ સુધી ઉપયોગમાં આવે તેટલુ જીવન જરૂરી રાશન કીટ,માસ્ક સેનીટાયઝર તથા ગ્લોવ્ઝ નુ વીતરણ કરવામાં આવેલ હતું

 

  આ કામગીરીમાં પોલીસ હેડ કવાર્ટરના પો.સ.ઇ. એમ.એન.બોરીસાગર તથા સ્ટાફનાઓ સાથે મદદમાં હાજર રહેલ હતા. તથા વૈશ્ર્વીક મહામારી કોરોના વાયરસને અનુલક્ષીને ધ્યાનમાં રાખવાની બાબતો અંગે વાકેફ કરવામાં આવેલ અને તકેદારી રાખવા સમજ કરવામાં આવેલ હતી 

(11:29 pm IST)