Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રાજકુમાર કોલેજ દ્વારા મુખ્યમંત્રીના રાહત ભંડોળમાં પ લાખનો ચેક કલેકટરને અર્પણ

રાજકોટ તા. ૪ : ભયજનક કોવિદ-૧૯ એ આખા રાષ્ટ્રને અસર કરી છે અને આ બધા માટે કેન્દ્ર સરકાર તથા રાજય સરકારનાં દરેક પ્રયત્નોની પ્રસંશાને પાત્ર છે. આવા સમયે જેઓ આ કોવિદ-૧૯ માટે ફાળો આપી શકે તે તેની જવાબદારી બને છે રાજકુમાર કોલેજ, રાજકોટનું મેનેજમેન્ટ અને ફન્ડીંગ ફેમીલીસ, સ્ટાફ અને દરેક વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી રાહત ભંડોળ માટે રૂ.પ લાખની રકમ એકઠી કરી છે જે આવા ભયંકર અને મૂશ્કેલ સંજોગોમાં કોવિદ-૧૯ને અટકાવવાનું પ્રશંસનીય કાર્ય કરી રહી છે. કોવિદ-૧૯ માટે રાજકુમાર કોલેજ દ્વારા રૂ.પ લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ભંડોળ માટે રાજકોટ કલેકટર રેમ્યા મોહનને પ્રિન્સીપાલશ્રી અધિકારી હેડ અડેમીસ્ટ્રેટર શ્રી ચાકો થોમસે અર્પણ કરેલ  છે.

(4:22 pm IST)