Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રાશનકીટ શોધવા નીકળી પડેલા મહિલાઓના ટોળાને પોલીસે અટકાવ્યુ

રાજકોટ : રૈયાધાર વિસ્તારમાંથી આજે સવારે મહિલાઓનું એક મોટુ ટોળુ શહેર તરફ ચાલીને આવી રહ્યુ હતું. આ ટોળાને અટકાવી ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ શાખરા અને સ્ટાફે તેમને સમજાવી પોલીસ ટુકડી સાથે ઘર સુધી પરત મોકલ્યા હતા અને તેમના એડ્રેસ જાણી રાશનકીટ મોકલવાની વ્યવસ્થા કરાવી હતી. અસંખ્ય લાભાર્થીઓને વિતરણ વ્યવસ્થા મુજબ રાશન મળતુ નહિં હોવાની ફરીયાદો અવાર - નવાર ઉઠી રહી છે. આ વચ્ચે આજે આ ટોળુ રસ્તા પર નજરે પડતા એવું સમજાતુ હતું કે, કયાંક ને કયાંક આવી ફરીયાદો સાચી છે. (ફોટો : સંદિપ બગથરીયા)

(3:58 pm IST)