Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

૨૬ માર્ચથી જ ઈન્દ્રનીલભાઈએ 'જનતા રસોડુ' ચાલુ કરી દીધુ છેઃ કોંગ્રેસ

રાતોરાત આળસ ખંખેરી માત્ર નિવેદન આપતા ભાજપના મિત્રો જાણી લ્યે.. ટીફીનની જરૂર નથી... : કોઈપણ ભેદભાવ વગર જેટલા લોકોને જમવુ હોય તેની વ્યવસ્થા થઈ જાય છેઃ સરકાર લોકડાઉનમાં લોકોને અનાજ આપવામાં નિષ્ફળ ગઈ તેનુ શું ? રાજાણી-આસવાણીનું નિવેદન

રાજકોટ, તા. ૧ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી મયુરસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના દંડક અતુલભાઈ રાજાણી અને વોર્ડ નં.૩ના કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી તથા મયુરસિંહ જાડેજાની સંયુકત યાદી જણાવે છે કે ભાજપના મિત્રો રાતોરાત આળસ ખંખેરી નિવેદન આપવા માટે બેબાકળા બની ગયા છે નિંદ્રામાંથી ઇન્દ્રનીલભાઈ નહી પરંતુ તમે ભાજપ વાળા જાગ્યા હોય તેવું લાગે છે ઇન્દ્રનીલભાઈએ૨૬મી માર્ચથી જ જનતા માટે રસોડું હોટેલ મિન્ટમાં ચાલુ કરી દેવાયું છે દરરોજ ૯-૧૦ હજજાર લોકોનું ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને ભાજપના આગેવાનો આવે તો રસોડેથી ખાલી હાથે પાછા જવા દેશું નહી ઇન્દ્રનીલભાઈને ટીફીનની જરૂર નથી. જયારે જયારે લોકો ઉપર સંકટ આવે છે ત્યારે તેના દ્યરના દરવાજા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે આજે પણ કોઈપણ પ્રકારની પૂછપરછ કર્યા વગર તેમનું રસોડાની વ્યવસ્થા કરનાર વ્યકિતને એક ફોન થઇ જાય તો કોઈપણ પ્રકારની પૂછપરછ કર્યા વગર સાંજે આવીને જેટલા લોકોની જમવા માટેની વ્યવસ્થા કરવાની હોય તેટલી કરી આપે છે કોઈપણ પક્ષના ભેદભાવ વગર જ તમામ લોકોને વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.

અગાઉ તા.૧ એપ્રિલે કોંગ્રેસના કોર્પોરેટરોએ કલેકટરશ્રીને રૂબરૂ મળી રાજકોટના લોકોને પૂરતા પ્રમાણમાં મુખ્યમંત્રીએ જાહેરાત કર્યા પ્રમાણેનું રાશન મળવું જોઈએ કોઈપણ ગરીબ વ્યકિત ભૂખ્યો સુવો જોઈએ નહી તેની જવાબદારી ગુજરાત સરકારની હોય છે પરંતુ, ગુજરાત સરકાર તો લોકડાઉનના ૮ માં દિવસ પછી રાશન આપવાની જાહેરાત કરી હતી તે પણ આજદિન સુધી રાશનકાર્ડ ધારકોને પૂરતું મળેલ નથી ચારેય તરફ દેકારા થઇ રહ્યા છે.

કોરોનાના કારણે લોકડાઉનને આજે ૧૨ દિવસ થયા ત્યાં સુધી ભાજપ સરકાર કર્યા હતા. આજ સુધી કયાય પણ દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી અને કિશોરભાઈ રાઠોડ કયાય પણ રાહત કામગીરીમાં ફરકયા હોય તેવું જોવામાં નથી આવ્યું માટે ખોટા નિવેદનો આપવાનું બંધ કરી લોકોની સેવામાં લાગો જેમ કોંગ્રેસ વાળા વોર્ડ વાઈઝ ટીફીન વિતરણ, માસ્ક વિતરણ, સેનીટાઇઝર વિતરણ, ફૂડ પેકેટ, રાશન વિતરણ, વગેરે કામગીરીમાં આખા ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ થી લઇ શહેર-જીલ્લા કોંગ્રેસ સુધીના તમામ આગેવાનો, કાર્યકરો, કોર્પોરેટરો લોકસેવા આપી રહ્યા છે તેમ તમે પણ નિવેદન બાજી છોડી હાલ લોકોના રાહત કાર્યોમાં જોડાઈ જાવ અને ગરીબ, શ્રમિકો અને નાના માણસો ભૂખ્યા ન સુવે તેની કાળજી રાખો તો પણ સારું તેવું મયુરસિંહ જાડેજા, અતુલ રાજાણી અને દિલીપ આસવાણીની યાદી જણાવે છે.

(3:53 pm IST)