Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

સીવીલ હોસ્પિટલના લાભાર્થે સોમ થી બુધ ફાયર સ્ટેશનો પર રકતદાન કેમ્પ

રાજકોટઃ સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ૨૧ દિવસના લોકડાઉનમાં  રાજકોટ સીવીલ હોસ્પિટલમાં આવતા બહાર ગામના તેમજ શહેરનાં દર્દીઓજે  થેલેસેમીયાગ્રસ્ત બાળકો, કેન્સર, કીડનીના દર્દીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના જરૂરીયાતમંદ દર્દીઓને બ્લડ મળી રહે તે હેતુથી તેમજ અત્યારની કપરી પરીસ્થિતીમાં જયારે બ્લડની ખુબ જરૂરીયાત ઉભી થઇ છે ત્યારે રાજકોટ ફાયર જવાનો દ્વારા વિવિધ વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશન ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પમાં વધુને વધુ લોકોને રકતદાન કેમ્પનો લાભ લેવા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝનાં પરેશ ચુડાસમાએ (મો. ૯૭૩૭૦૪૭૧૦૧) અપિલ કરી છે. તા.૬ થી તા.૮ સુધી યોજાનાર કેમ્પનાં સ્થળ, સમય સહિતની વિગતો આ મુજબ છે.

(3:47 pm IST)