Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

આત્મીય યુનિવર્સીટી-યોગી ડિવાઇન સોસાયટી દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં ૨૫ લાખનો સહયોગ

રાજકોટ : યોગી ડિવાઇન સોસાયટી અને રાજકોટ સ્થિત આત્મીય યુનિવર્સીટી અને આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ. ૨૫ લાખ અર્પણ કરવામાં આવ્યા છે. પૂ. હરિપ્રસાદ સ્વામીજીની આજ્ઞાથી યોગી ડિવાઇન સોસાયટી અને આત્મીય પરિવાર દ્વારા રૂ. ૨૫ લાખનો ચેક ગાંધીનગરમાં ત્યાગવલ્લભ સ્વામી, ગુરૂપ્રસાદ સ્વામી અને વિઠ્ઠલભાઇ પટેલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કર્યો હતો. લોકડાઉનમાં યોગી ડિવાઇન સોસાયટી અંતર્ગત આત્મીય પરિવારની સંસ્થાઓ દ્વારા ભોજન, રાશન કીટ વિતરણ, આરોગ્ય સહાય, ઉકાળા વિતરણ જેવી પ્રવૃતિઓ ચાલુ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત આત્મીય પરિવારના રાજકોટ, કોળી ભરથાણા (સુરત) અને વલ્લભવિદ્યાનગર સ્થિત છાત્રાવાસોમાં કોરોના વાઇરસના અસરગ્રસ્તો માટે આઇસોલેશન-કવોરેન્ટાઇન માટે વ્યવસ્થા તેમજ સ્વયંસેવકોની સેવા ઉપલબ્ધ કરાવવાની ખાતરી રાજય સરકારના આરોગ્ય વિભાગને જાણ કરી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(1:10 pm IST)