Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોરોના સે ડરો ના...રાજકોટ જિલ્લાના તલાટીઓ વિવિધ કામગીરીમાં ખડેપગે

રાજકોટ તા. ૪ :.. કોરોના વાયરસની પરિસ્થિતિના કારણે ઉદભવેલી પરિસ્થિતીમાં ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રીઓ શ્રી અનિલકુમાર રાણાવસીયા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન નીચે તેમજ રાજકોટ જિલ્લાના તાલુકા વિકાસ અધિકારી તથા વિસ્તરણ અધિકારીઓના ટીમ વર્કથી દિવસ - રાત જોયા વગર એકધારા સરકારશ્રીના આદેશ મુજબ નિષ્ઠાથી સર્વે, કામગીરી કરેલ છે.

દરેક ગામે પરપ્રાંતીય મજૂરોને સ્થળાંતર અટકાવવા પોલીસની ભૂમિકામાં આરોગ્ય કર્મચારી સાથે સર્વે તેમજ સાફ સફાઇ સેનીટાઇઝેશનની કામગીરી, કોરોટાઇન કરેલા ઘરનો સર્વે, વાડી વિસ્તારના મજૂરની યાદી, કારખાનાના મજૂરોની યાદી, બહારના રાજય જિલ્લા કે દેશમાંથી આવેલ લોકોનો દરરોજ સર્વે કરવાનો ગામડે નીરાધાર વૃધ્ધ, રેશનકાર્ડ વગરના લોકોની યાદી તૈયાર કરવાની, ગરીબ મજૂર કે જેઓની અનાજ તથા રહેવાની વ્યવસ્થા કરવાની હોઇ, તમામ કામગીરી ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત મંત્રીઓએ ઉપાડી લીધેલ છે.

સસ્તા અનાજની દુકાન પર અનાજનું વિતરણ થાય ત્યાં સુધી સુપરવાઇઝરની ભૂમિકામાં કલમ ૧૪૪ નો ભંગ ન થાય તે અટકાવવા પગલા ભરવા, ગામ લોકોને સમજૂત કરવા, કોરોનાથી બચવા તકેદારીના પગલા ભરવા, આમ ઓલ - ઇન વન ની ભૂમિકામાં ખડે પગે મહામારીની પરિસ્થિતિ છે ત્યાં પહોંચી વળવા દરેક તલાટી મંત્રી કટીબંધ છે. તેમ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ ચિરાગ ગરૈયા અને મહામંત્રી એમ. ટી. વાઘેલા જણવે છે.

(11:37 am IST)